બીજી T20 મેચમાં ફ્લોપ સાબિત થયેલ આ સ્ટાર ખેલાડી પર હાર્દિક પંડ્યા નહિ રાખે દયા, ત્રીજી મેચમાં બતાવશે બહારનો રસ્તો….
ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની t20 સિરીઝ રમાઈ રહી છે જેમાં ત્રીજી મેચ આવતીકાલે એટલે કે 22 નવેમ્બરના રોજ Mclean Park સ્ટેડિયમમાં યોજવાની છે. આ સમગ્ર સિરીઝ પર એક નજર કરીએ તો પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને સીરીઝની બીજી મેચ 20 નવેમ્બરના રોજ યોજાઇ હતી જેમાં ભારતે 65 રને મોટી જીત મેળવી છે આ જીત મળતાની સાથે જ આ સમગ્ર સીરીઝમાં ભારતે 1-0 ની લીડ મેળવી છે.
ગઈકાલે આ સિરીઝની ત્રીજી મેચ રમવા જઈ રહી છે જેમાં હાર્દિક પંડ્યાને આ સમગ્ર સીરીઝ જીતવા માટે ખૂબ જ સારામાં સારી તક મળી છે. બીજી ટી 20 મેચમાં ન્યૂઝીલેન્ડ ના કેપ્ટનને ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. અને ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી. જેમા ટીમ ઇન્ડિયાએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સૂર્યકુમાર યાદવના શતક પર 191 રનનો મોટો ટાર્ગેટ ન્યુઝીલેન્ડને આપ્યો હતો.
ન્યૂઝીલેન્ડની સમગ્ર ટીમ 18.5 ઓવરમાં 126 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. જેના કારણે ટીમ ઇન્ડિયાએ ખુબ જ સરળતાથી જીત મેળવી હતી. જીત મળવા છતાં કેટલાક આ ઘાતક ખેલાડીઓ ફ્લોપ સાબિત થયો હતો. ફ્લોપ સાબિત થયેલ આ સ્ટાર ખેલાડી પર હાર્દિક પંડ્યા દયાભાવ રાખશે નહીં અને આગામી ત્રીજી મેચમાં તેને બહારનો રસ્તો બતાવી શકે તેમ છે. ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
વિકેટકીપર અને સ્ટાર બેટ્સમેન રિષભ પંથ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બાદ ફરી એક વાર નિષ્ફળ સાબિત થયો છે જેને કારણે હાર્દિક પંડ્યા તેના પર દયાભાવ રાખશે નહીં રિષભ પંથ ટી ટવેન્ટી ફોર્મેટમાં છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ પરફોર્મન્સ કરી રહ્યો છે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી 20 મેચમાં રીષભ પંથે 13 બોલમાં ફક્ત 6 રન બનાવીને ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો હતો. હાર્દિક પંડ્યા એ રિષભ પંથ ને ઓપનિંગ તરીકે મોટી તક આપવામાં આવી હતી.
પરંતુ તેમાં હવે નિષ્ફળ સાબિત થયો છે જેને કારણે આગામી ત્રીજી મેચમાં તેને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે તેમ છે. ટીમ ઇન્ડિયા પાસે હાલ રીષભ પંથ કરતા પણ ઘણા ઘાતક ખેલાડીઓ છે જેને ટીમમાં હવે તક આપવી ખૂબ જ જરૂરી છે. આગામી મેચમાં ઓપનર તરીકે શુભમનગીલને ઈશાન કિશન સાથે મેદાને ઉતરવામાં આવી શકે છે. શુભમન ગિલ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે.