શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં હાર્દિક પંડ્યા આ બે ઘાતક ખેલાડીઓનું એક સાથે કરાવશે ડેબ્યુ આપ્યા મોટા સંકેત…
નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ટીમ ઇન્ડિયા ઘર આંગણે શ્રીલંકા સામે 3 જાન્યુઆરીથી 3 મેચોની સિરીઝ અને 3 મેચોની વનડે સિરીઝ રમવા જઈ રહી છે. તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા આ બંને સિરીઝો માટે ભારતીય ટીમની મોટી જાહેરાત કરી હતી. જેમાં શ્રીલંકા સામેની ત્રણ મેચોની ટી-20 સીરીઝમાં હાર્દિક પંડ્યાને કેપ્ટનની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત સૂર્યકુમાર યાદવને સૌ પ્રથમ વખત વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
હાર્દિક પંડયા કેપ્ટન બનતાની સાથે જ ટીમ ઇન્ડિયામાં ઘણા મોટા બદલાવો કરવામાં આવી રહ્યા છે. તેવા હાલ સંકેતો હાલ સામે આવી રહ્યા છે. મીડિયા અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં હાર્દિક પંડ્યા આ બે ઘાતક ખેલાડીઓનું એક સાથે ટી20 માં ડેબ્યૂ કરાવી શકે છે. તેને લઈને તેને મોટા સંકેતો જાહેર કરાયા છે. ચાલો જાણીએ આ બે ઘાતક ખેલાડીઓ કોણ છે.
આગામી વર્ષ 2024 માં આવી રહેલ ટી 20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને હાલ BCCI ટીમ ઇન્ડિયાને ખૂબ જ મજબૂત બનાવી રહી છે. શ્રીલંકા સામેની ત્રણ મેચોની T20 સિરીઝની શરૂઆત થાય તે પહેલા હાર્દિક પંડ્યા ભારતીય સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગીલ અને ઘાતક ઓલ રાઉન્ડર બેટ્સમેન શિવમ માવીને પ્રથમ મેચમાં એક સાથે ડેબ્યુ કરવાની મોટી આપશે.
શુભમન ગિલ છેલ્લા ઘણા સમયથી વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવી રહ્યો છે. તે ટી 20 ક્રિકેટમાં પણ પોતાનું નોંધપાત્ર યોગદાન બતાવી શકે છે. જેના કારણે ટીમી નું ભવિષ્ય ગણીને હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની આ ત્રણ મેચોની સિરીઝમાં ડેબ્યૂ કરવાની મોટી તક આપી શકે છે. આ ત્રણ મેચોની T20 સિરીઝમાં શુભમન ગીલ સારું પ્રદર્શન બતાવીને T20 ફોર્મેટ માં કાયમી સ્થાન પણ બનાવી શકે છે.
શુભમન ગીલ સાથે શ્રીલંકા સામેની આ પ્રથમ T20 મેચમાં ટીમ ઇન્ડિયાનો ઘાતક ઓલરાઉન્ડર બેટ્સમેન શિવમ માવી પણ ડેબ્યૂ કરી શકે છે. તેને કેપ્ટન હાર્દિક પંડ્યાનો સૌથી ખાસ ખેલાડી માનવામાં આવે છે. શિવમ માવી ફાસ્ટ બોલીંગની સાથે બેટિંગમાં પણ ખૂબ જ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં ડોમેસ્ટિક ક્રિકેટ અને ipl માં ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવી ચૂક્યો છે. જેને કારણે શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં તે મેદાને રમતો જોવા મળી શકે છે.