હાર્દિક પંડ્યા કરવા જઈ રહ્યો છે બીજા લગ્ન, ઉદયપુરમાં આ તારીખે વાગશે ઢોલ-શરણાઈ, જાણો કોણ છે મંગેતર?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ચાર મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલી રહી છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ભારતે એક ઇનિંગ્સ અને 132 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતીય ટીમ હાલ આ સીરીઝમાં 1-0 થી મોટી લીડમાં ચાલી રહી છે. તો બીજી તરફ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન અને ભારતીય ટીમનો t20 ફોર્મેટનો કેપ્ટન હાર્દિક પંડ્યા હાલ આરામ ઉપર છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ જાણવા મળ્યું છે કે હાર્દિક પંડ્યા ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. જાણકારી પૂરતું તમને જણાવી દઈએ કે વર્ષ 2022 માં બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે તેણે કોર્ટ મેરેજ કર્યા હતા અને આ કપલને આજે લગ્નને બે વર્ષ પૂરા થયા છે. હાર્દિક પંડ્યા એક બાળકનો પિતા પણ છે જેનું નામ અગસ્ત્ય છે.
તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાની પત્ની નતાશા એક મોટી અભિનેત્રી છે. જેને અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે વર્ષ 2014માં બિગ બોસની સિઝન આઠમાં જોવા મળી હતી. નતાશા સત્યાગ્રહ ડેડી અને ફુકરે રીટન્સ જેવી મોટી ફિલ્મો પણ કામ કર્યું છે. 2018 ની સાલમાં નતા શાહરુખ ખાનની ઝીરોમાં ફિલ્મમાં જોવા મળી હતી. નતાશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે. નતાશા તેના હોટનેસ અને ગ્લેમરસ લુકને કારણે ખૂબ જ જાણીતી અભિનેત્રીઓ માની એક છે.
મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કેપ્ટન હાર્દિક પંડ્યા અને નતાશા ફરી એકવાર એકબીજા સાથે લગ્નના સાત જન્મોના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સ મીડિયાના અહેવાલ મુજબ આ સુંદર કપલ 14 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં એક ભવ્ય લગ્ન સમારોહ યોજવાના છે. હાર્દિક પંડ્યા અને નતાશાનો લગ્ન સમારોહ 13 ફેબ્રુઆરી થી શરૂ થશે અને 16 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. હાલ આ મોટું અપડેટ સામે આવ્યું છે.
સૂત્રોના અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે અગાઉ કોર્ટમાં લગ્ન કર્યા હતા. ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ઉતાવળમાં લગ્ન કરવા પડ્યા હતા. પરંતુ હાર્દિક પંડ્યાને તેના લક્ષણો ભવ્ય રીતે કરવા હતા જેને કારણે ફરી એકવાર બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. તેનો બે વર્ષનો પુત્ર અગસ્ત્ય પિતા હાર્દિક પંડ્યાના લગ્ન માં નાચતો જોવા મળશે..