હાર્દિક પંડ્યાએ ટીમ સાઉદીના બાઉન્સર બોલ પર એક પગે ઉભા રહીને લગાવ્યો ગગનચુંબી છક્કો, જુઓ વિડિયો….
હાલ ભારતીય ટીમ સમગ્ર સ્ટાફ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ મેચોની t20 સિરીઝ તાજેતરમાં જ પૂર્ણ થઈ છે ત્યારબાદ હવે 25 નવેમ્બરથી ત્રણ મેચોની વનડે સિરીઝ રમવા જઈ રહી છે. ત્રણ મેચોની t20 સિરીઝમાં છેલ્લી અને નિર્ણાયક મેચ ખૂબ જ રોમાંચિત રહી હતી. આ મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડએ પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો મોટો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયાએ પ્રથમ બોલિંગ લાઈન સંભાળી હતી.
ટી 20 સિરીઝની ત્રીજી મેચ માટે પ્રથમ બોલિંગ કરીને ન્યૂઝીલેન્ડની સમગ્ર ટીમને 19.4 ઓવરમાં 160 રન બનાવીને ઓલ આઉટ કરી દીધી હતી ત્યારબાદ ટીમ ઇન્ડિયા બેટિંગ કરવા માટે મેદાનને ઉતરી હતી. 160 રનના આ ટાર્ગેટને પૂર્ણ કરવા માટે ટીમ ઇન્ડિયાએ શરૂઆતમાં ત્રણ મોટી વિકેટ ગુમાવી હતી ત્યારબાદ કેપ્ટન હાર્દિક પંડ્યા મેદાન ઉપર આવ્યો હતો. ટીમ ઇન્ડિયાની બેટીંગ લાઈન શરૂઆતમાં ખૂબ જ ખરાબ રહી હતી.
ટીમ ઇન્ડિયાની શરૂઆતની બેટિંગની વાત કરીએ તો ફક્ત ત્રણ ઓવરમાં બંને ઓપનર બેટ્સમેન રિષભ પંથ અને કિસાન કિશનની મોટી વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ નંબર ત્રણ પર શ્રેયસ ઐયર બેટિંગ કરવા માટે ફ્રીજ પર આવ્યો હતો પરંતુ તે પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને ત્યારબાદ નંબર ચાર પર હાર્દિક પંડ્યા બેટિંગ કરવા માટે આવ્યો હતો જેણે સૂર્યકૂમાર યાદવ સાથે પાર્ટનરશીપ બનાવી હતી.
હાર્દિક પંડ્યા ફ્રીઝ પર આવતાની સાથે જ ફોર અને છક્કાનો વરસાદ કર્યો હતો. આ મેચમાં હાર્દિક પંડ્યા શાનદાર પરફોર્મન્સ કરતો જોવા મળ્યો હતો. આ મેચમાં હાર્દિક પંડ્યાએ 18 બોલમાં 30 રન બનાવ્યા હતા. આ મેચમાં હાર્દિક પંડ્યાએ ટીમ સાઉદીની ઓવરમાં બાઉન્સર બોલ પર એક પગે ઊભા રહીને જોરદાર શોટ ફટકાર્યો હતો. ટીમ સાઉદીને આ બાઉન્સર બોલ ફેકવો ભારે પડ્યો હતો.
આ બાઉન્સર બોલ ની ઊંચાઈ સુધી પહોંચવા માટે હાર્દિક પંડ્યા એક પગ પર ઉભો રહીને રાઉન્ડ ફરીને જોરદાર સિક્સ ફટકારી હતી હાર્દિક પંડ્યાનો આ શોટ જોઈને તમામ દર્શક સહિત કોમેન્ટેટર્સ પણ ચોકી ઉઠ્યા હતા. આ શોર્ટ જોઈને સામે ઉભેલ સૂર્યકૂમાર યાદવ પણ તાળીઓ પાડી પાડવા લાગ્યો હતો. એક પગે મારેલ આ શોર્ટનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડિયો…