હાર્દિક પંડ્યાએ હેલિકોપ્ટર શોર્ટથી ફટકારી એવી સિક્સ કે તે જોઈને ચાહકોને આવી MS ધોનીની યાદ… –જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી ત્રણ મેચોની વન-ડે સિરીઝની શાનદાર શરૂઆત થઈ હતી. મુંબઈના વાનખેડા સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ વન-ડે મેચમાં ભારતે પાંચ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. આ વિજય મેળવતાની સાથે જ ભારતે સમગ્ર શ્રેણીમાં 1-0 ની મોટી લીડ બનાવી છે. ટીમ ઇન્ડિયાના બોલરો અને બેટ્સમેનો ફરી એકવાર સફળ સાબિત થયા હતા.
પ્રથમ વન ડે મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઓસ્ટ્રેલિયન ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરીને 34.5 ઓવરમાં 188 રન બનાવીને સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી.
બેટિંગ કરવા માટે ઉતરેલ ભારતીય ટીમ શરૂઆતમાં ખૂબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળી હતી. મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે આવેલ KL રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ ભારતીય ટીમને મોટી જીત અપાવી હતી. તો બીજી તરફ ટીમ ઇન્ડિયાનો સ્ટાર કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ જીતમાં મોટો ફાળો આપ્યો છે.
હાર્દિક પંડ્યાએ આ મેચ દરમિયાન 31 બોલમાં 25 રન ફટકાર્યા હતા. જેમાં ત્રણ ફોર અને એક જોરદાર સિક્સનો સમાવેશ થાય છે. આ મેચ દરમિયાન ભારતના ત્રણેય ઓપનિંગ બેટ્સમેનો સંપૂર્ણપલોપ સાબિત થયા હતા. પરંતુ લક્ષ નાનો હોવાના કારણે ભારતીય ટીમને શાનદાર જીત મળી હતી.
આવી સ્થિતિમાં હાલ હાર્દિક પંડ્યાની એક જોરદાર હેલિકોપ્ટર સીક્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતો જોવા મળ્યો છે. આ વીડિયો જોઈને તમને પણ મહેન્દ્રસિંહ ધોનીની યાદ આવી જશે. જુઓ વિડિયો….