હાર્દિક પંડ્યાએ નતાશા સાથે ઉદયપુરમાં ખ્રિસ્તી બાદ હવે હિન્દુ ધર્મ અનુસાર કર્યા ધામધૂમથી લગ્ન, જુઓ લગ્નની કેટલીક ખાસ તસવીરો….
ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન અને ટી 20 ફોર્મેટનો કેપ્ટન હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ફરી એકવાર 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈનના દિવસે ઉદયપુરમાં ખ્રિસ્તી ધર્મ અનુસાર બાદ હવે હિન્દુ ધર્મ અનુસાર ભવ્ય રીતે લગ્નના સંબંધમાં બંધાયો છે. જેની કેટલીક સુંદર તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
ઉદયપુરમાં આ કપલ ખ્રિસ્તી ધર્મમાં શાહી શૈલીમાં ભવ્ય રીતે બીજી વાર લગ્ન કર્યા બાદ હવે હિન્દુ ધર્મ અનુસાર લગ્નના સંબંધમાં બંધાયા છે. તમને જણાવી દઈએ કે હાર્દિક નતાશાએ વર્ષ 2022માં કોર્ટ મેરેજ કર્યા હતા. આ કોર્ટ મેરેજ દરમ્યાન તેમાં ફક્ત તેના પરિવારજનો જ લગ્નમાં હાજર હતા. પરંતુ આ બીજા લગ્નમાં ઘણા ક્રિકેટર્સ અને મોટા ફિલ્મ સ્ટાર જોવા મળ્યા હતા.
હાર્દિક પંડ્યાએ પોતાના આ બીજા લગ્નની કેટલીક સુંદર તસવીરો પત્ની નતાશાને ટેગ કરીને instagram એકાઉન્ટ દ્વારા શેર કરી છે. આ સુંદર તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
હાર્દિક પંડ્યા અને નતાશાએ આ તસ્વીરો શેર કરીને તેના કેપ્શનમાં લખ્યું છે કે ” અમે આ પ્રેમના ટાપુ પર વેલેન્ટાઇન ડેની ઉજવણી ત્રણ વર્ષ પહેલા લીધેલી પ્રતિજ્ઞાને ફરી એકવાર પુનરાવર્તિત કરીને ઉજવી છે. અમે અમારા પ્રેમની ઉજવણી કરવા અમારા પરિવાર અને મિત્રો સાથે રહીને ધન્યતા અનુભવીએ છીએ.
હાર્દિક પંડ્યાના આ ભવ્ય વેડિંગમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓપનર બેટ્સમેન ઈશાન કિશન પણ જોવા મળ્યો હતો.વધુમાં ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને તેની પત્ની સાક્ષી ધોની પણ આ વેડિંગમાં જોવા મળ્યા હતા. તેની સાથે બીજા ઘણા ક્રિકેટર અને મોટા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિતારાઓ પણ હાજર રહ્યા હતા. જુઓ હાર્દિક અને નતાશાના લગ્નની કેટલીક સુંદર તસવીરો…