હાર્દિક પંડ્યાએ કર્યો દગો, ગુજરાત ટાઇટન્સને છોડીને હવે આ ટીમ તરફથી રમવાનું કર્યું નક્કી…

ભારત સહિત વિશ્વની તમામ ક્રિકેટ ટીમો છેલ્લા ઘણા સમયથી ભારતના વર્લ્ડકપ 2023 રમતી જોવા મળી હતી. આ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર જીત મેળવી હતી અને વર્લ્ડ કપ જીત્યો હતો. બીજી તરફ ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ આઈપીએલને લઈને એક મહત્વના સમાચાર પણ મળ્યા છે.

વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ હવે વિશ્વની તમામ ટીમો જૂન મહિનામાં આયોજિત ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓ કરતી જોવા મળશે. બીજી તરફ જૂન મહિના પહેલા ભારત ખાતે આઇપીએલ 2024 નું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી આ ટીમની કમાન સંભાળી રહ્યો હતો પરંતુ હાલમાં જ તેણે અચાનક ટીમનો સાથ છોડ્યો છે તેવું જાણવા મળ્યું છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર હાર્દિક પંડ્યા હવે આગામી ગુજરાત ટાઇટન્સ તરફથી રમતો જોવા મળશે નહીં. તેણે અચાનક જ વર્લ્ડ કપ પૂર્ણ થતા જ આ ટીમ તરફથી રમવાનો નિર્ણય લીધો છે. તેના નિર્ણયથી ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો લાગ્યો હોય તેવું કહી શકાય છે. તેણે દગો દીધો છે. તો ચાલો આપણે જાણીએ કે હાર્દિક પંડ્યા હવે કઈ ટીમ તરફથી રમતો જોવા મળી શકે છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર હાર્દિક પંડ્યા ફરી એક વખત મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે. રોહિત બાદ હવે તેને આગામી કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવશે. હાર્દિક મુંબઈ તરફથી રમીને કેપ્ટન ઉપરાંત ઓલ રાઉન્ડર તરીકે ઘાતક સાબિત થતો જોવા મળશે. હાલમાં જ આ સમગ્ર અહેવાલ સામે આવ્યો છે. જેનાથી ગુજરાતના ચાહકોને પણ એક મોટો ઝટકો લાગ્યો છે.

હાર્દિક છેલ્લા બે વર્ષથી ગુજરાત તરફથી રમીને ટીમને ઘણી મજબૂતાઈ આપી ચૂક્યો છે પરંતુ હવે મુંબઈ તરફથી રમશે તો ગુજરાતને ઝટકો લાગી શકે છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સની કમાન કોણ સંભાળશે તે પણ હજુ નક્કી થયું નથી. આગામી સમયમાં ટીમ મેનેજમેન્ટ આ બાબતે યોગ્ય વિચાર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *