રોહિત-ધોનીને પાછળ છોડી હાર્દિક પંડ્યા ટી-20 ફોર્મેટમાં આવું કારનામું કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો જાણો…

ટીમ ઇન્ડિયા હાલ શ્રીલંકા સામે ઘર આંગણે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે. જેની પ્રથમ મેચ મંગળવારે મુંબઈના વાનખેડા સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જેમાં ભારતે 2 રને શ્રીલંકા સામે શાનદાર વિજય મેળવ્યો છે. આ વિજય મેળવતાની સાથે જ ભારતે સમગ્ર સિરીઝમાં 1-0 થી મોટી લીડ મેળવી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા સારુ પ્રદર્શન બતાવી રહી છે.

હાર્દિક પંડ્યાની ગણના વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલ રાઉન્ડરોમાં થતી જોવા મળે છે. હાર્દિક પંડ્યાએ ટીમ ઇન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર એક હાથે જીતાડી છે. તેની કિલર બોલિંગ અને ડેશિંગ બેટિંગ માટે વિશ્વ ભરમાં ખૂબ જ જાણીતો છે. શ્રીલંકા સામે તેણે બોલ અને બેટથી શાનદાર રમત બતાવીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ રોહિત શર્મા અને અનુભવી મહેન્દ્ર સિંહ ધોની પણ આજ સુધી બનાવી શક્યા નથી.

પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો શ્રીલંકાએ ટોચ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ટીમ ઇન્ડિયાને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ટીમ ઇન્ડિયાએ શાનદાર બેટિંગ કરીને પાંચ વિકેટના નુકસાન પર 162 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ સ્કોરનો પીછો કરતી વખતે શ્રીલંકન ટીમ 160 રન બનાવીને ઓલ આઉટ થઈ હતી. જેને કારણે ભારતીય ટીમે આ મેચમાં બે રને ભવ્ય વિજય મેળવ્યો હતો.

આ પ્રથમ મેચ દરમિયાન હાર્દિક પંડ્યાના પ્રદર્શન વિશે વાત કરીએ તો તેણે બોલ અને બેટ વડે ખૂબ જ જોરદાર રમત બતાવી હતી. હાર્દિક પંડ્યાએ બેટથી આ મેચમાં 29 રનની રમી હતી. તો આ સાથે જ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન બતાવ્યું હતું. આ મેચ દરમિયાન તેણે 3 ઓવર ફેંકીને 4 ના ઇકોનોમિક રેડથી ફક્ત 12 રન આપ્યા હતા. આ મેચ દરમિયાન તેણે એક મોટો ઇતિહાસ પણ રચ્યો છે. ચાલો તેના પર એક નજર કરીએ.

તમને જણાવી દઈએ કે શ્રીલંકા સામેની આ પ્રથમ ટી-20 મેચમાં હાર્દિક પંડ્યાએ ઉમરાન મલિક, શિવમ માવી અને હર્ષદ પટેલને પહેલી ઓવર ન ફેંકવા આપીને સ્વયમ પોતે પહેલી ઓવર ફેંકી હતી. જેને કારણે ટી-20 ફોર્મેટમાં ભારત માટે પ્રથમ ઓવર ફેકનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. આ બાબતમાં અનુભવી કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્માને પણ પાછળ છોડી મૂક્યા છે.

એક કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાએ ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં ભૂતપૂર્વ દિગ્ગજ લાલા અમરનાથ, કપિલ દેવ અને અનિલ કુંબલેની બરાબરી કરી હતી. આ બધાએ અલગ-અલગ ફોર્મેટમાં કેપ્ટનશિપ કરતી વખતે પહેલી ઓવર ફેંકી હતી. તમને જણાવી દઈએ કે ગત વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ કેપ્ટનશિપ કરતી વખતે જસપ્રીત બુમરાહે પ્રથમ ઓવર કેંકી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *