હાર્દિક, ઈશાન અને દીપક હુડ્ડાએ ICC ટી-20 રેન્કિંગમાં કર્યો ધડાકો, સ્ટીવ સ્મિથે બાબર આઝમને આ બાબતે છોડ્યો પાછળ જાણો…
મંગળવારે મુંબઈના વાનખેડા સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ રમાઈ હતી. જેમાં ભારતે બે રને ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારતે આ પ્રથમ મેચમાં વિજય મેળવ્યા બાદ સમગ્ર સિરીઝમાં 1-0 થી મોટી લીડ મેળવી છે. આ મેચ બાદ આઈસીસીએ તાજેતરનો જ T20 રેન્કિંગ જાહેર કરી છે. જેમાં હાર્દિક પંડ્યા, ઈશાન કિશન અને દીપક હુડ્ડાએ મોટી છલાંગ લગાવી ધડાકો કર્યો છે.
શ્રીલંકા સામેની આ પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયા બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. ભારતીય ટીમ બેટિંગ કરીને પાંચ વિકેટ ગુમાવી 162 રનનો સ્કોર ઉભો કર્યો હતો. જેમાં ઈશાન કિશન અને શુભમન ગીલ ઓપનિંગ કરવા માટે આવ્યા હતા. ઈશાન કિશાને આ મેચમાં 37 રન ફટકાર્યા હતા.
ત્યારબાદ હાર્દિક પંડ્યાએ આ મેચમાં 29 રન અને દીપક હુડ્ડાએ ખૂબ જ જોરદાર બેટિંગ કરીને 41 રન ફટકાર્યા હતા. જેને કારણે ગુરુવારે જાહેર કરેલ ICC T 20 રેન્કિંગમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. આ ત્રણેય ખેલાડીઓને ખૂબ જ મોટો ફાયદો થયો છે. આ ત્રણેય ખેલાડીઓ સિવાય ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પણ આ બાબતે પાછળ છોડ્યો છે. આ લેખમાં તેના પર આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ.
સૌપ્રથમ ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનની વિશે વાત કરીએ તો તેને તાજેતરમાં જ બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારી હતી. અને શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં જ તેણે 37 રન ફટકારીને આઈસીસી મેન્સ ટી 20 રેન્કિંગમાં 10 મા સ્થાનની મોટી છલાંગ લગાવીને 23માં નંબરે પહોંચ્યો છે. તો શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં હીરો બનેલ સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન 40 સ્થાનની મોટી છલાંગ લગાવી 97માં સ્થાને પહોંચી ગયો છે.
દીપક હુડ્ડાએ લગાવેલ આ છલાંગને કારણે તે ICC T20 રેન્કિંગમાં ટોપ 100 ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ ટીમ ઇન્ડિયા નો સ્ટાર બેટ્સમેન હાર્દિક પંડ્યા વિશે વાત કરીએ તો તેણે શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં 29 રન ફટકારીને રેન્કિંગમાં 50માં સ્થાને પહોંચી ગયો છે. જેને કારણે તે આ રેન્કિંગમાં ટોપ 50 ખેલાડીઓમાં પણ મોટું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને પણ છોડી મૂક્યો છે.