હાર્દિકે બીજી ટી-20 મેચ માટે ભારતની પ્લેઇંગ 11 કરી નક્કી, કર્યા આ બે મોટા બદલાવો, જાણો કોને મળ્યું સ્થાન…

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ પૂર્ણ થયા બાદ હવે ત્રણ મેચોની ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝ શરૂ થઈ છે. જેની પ્રથમ મેચ 27 જાન્યુઆરીના રોજ રાંચી ખાતે રમાઈ હતી જેમાં ભારતને 21 રને કારમી હાર મળી હતી. આ મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને હરાવીને સમગ્ર સિરીઝમાં 1-0ની મોટી લીડ મેળવી છે.

આ સિરીઝની બીજી મેચ આવતીકાલે એટલે કે 29 જાન્યુઆરીએ લખનઉના એકાના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સાંજના 07:00 વાગ્યે રમવાની છે. ભારતીય ટીમને આગામી બીજી ટી-20 મેચ જીતવી ખૂબ જ અગત્યની છે. જેના કારણે હાલ ભારતીય ટીમમાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે. મેચના એક દિવસ પહેલા કેપ્ટન હાર્દિક પંડ્યાએ બીજી મેચ દરમિયાન ભારતીય ટીમની પ્લેઇંગ 11 કેવી રહશે તે નક્કી કરી છે. ચાલો તેના પર એક નજર કરીએ.

બીજી મેચ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યા તેની આ સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ 11 મેદાને ઉતારશે. પ્રથમ ઓપનર વિશે વાત કરીએ તો ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી 20 મેચમાં શુભમન ગીલની સાથે પૃથ્વી શો ભારતીય ટીમ તરફથી ઓપનિંગ કરતો નજરે પડી શકે છે. શુભમન ગીલ છેલ્લા ઘણા સમયથી ઓપનિંગમાં સારું પ્રદર્શન બતાવી રહ્યો છે. તો બીજા તરફ હાર્દિક પંડ્યાએ રાહુલ ત્રિપાઠીના સ્થાને પૃથ્વી શોને ઓપનિંગ કરવાની મોટી તક આપી છે.

આ ઉપરાંત ભારતીય ટીમના મિડલ ઓર્ડર વિશે વાત કરીએ તો બીજી મેચ દરમિયાન વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન નંબર ત્રણ પર મેદાને ઉતરશે. પ્રથમ મેચમાં રાહુલ ત્રિપાઠી ખાતું ખોલ્યા વગર જ આઉટ થયો હતો જેને કારણે બીજી મેચ દરમિયાન તેને બહારનો રસ્તો બતાવવામાં આવશે. ત્યારબાદ નંબર 4 પર ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સૂર્યકૂમાર યાદવ બેટિંગ કરતો જોવા મળશે. તે નંબર 4 પર છેલ્લા ઘણા સમયથી સારું પ્રદર્શન બતાવી રહ્યો છે. ત્યારબાદ નંબર 5 પર ટીમ ઇન્ડિયાનો કેપ્ટન અને ઓલરાઉન્ડર બેટ્સમેન હાર્દિક પંડ્યા મેદાને રમતો જોવા મળશે.

ત્યારબાદ નંબર 6 પર સ્ટાર ઓલ રાઉન્ડર દીપક હુડ્ડા બેટિંગ કરવા માટે ઉતરશે. જે મેચ ફિનિશર તરીકે ખુબજ સારી ભૂમિકા ભજવી રહ્યો છે. આ ઉપરાંત નંબર 7 પર વિશિંગટન સુંદર બેટિંગ કરતો જોવા મળશે. જે વિસ્ફોટક બેટિંગની સાથે સાથે સ્પિન બોલિંગમાં પણ ખૂબ જ સારું પ્રદર્શન બતાવી શકે છે. જેણે પ્રથમ મેચ દરમિયાન 28 બોલમાં 50 રન ફટકારીને બે મહત્વની વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બોલિંગમાં કુલદીપ યાદવ સ્પીન બોલિંગ તરીકે અને મુકેશકુમાર, ઉમરાન મલિક અને શિવમ માવી ફાસ્ટ બોલીંગ તરીકે ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે.

ન્યુઝીલેન્ડ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતની પ્લેઈંગ 11 હશે કઈંક આવી : પૃથ્વી શો, શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, શિવમ માવી, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *