હરભજન સિંહે આપ્યું મોટું નિવેદન કહ્યું- રાહુલ દ્રવિડને હટાવી આ સિનિયર ખેલાડીને બનાવો ભારતીય ટીમનો નવો હેડ કોચ…
ટીમ ઇન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ત્રણ મેચોની T20 અને ત્રણ મેચોનો વનડે સિરીઝ રમી રહી છે. આ સિરીઝમાં ટીમ ઇન્ડિયામાં ઘણા મોટા બદલાવો કરવામાં આવ્યા છે. ઘણા સિનિયર ખેલાડીઓને t20 વર્લ્ડ કપ બાદ આરામ આપવામાં આવ્યો છે. તો કેટલાક નવા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સમગ્ર ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ટીમ ઇન્ડિયા ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. પરંતુ ટી 20 વર્લ્ડ કપની ઇંગ્લેન્ડ સામેની સેમી ફાઇનલ મેચમાં હાર બાદ ટીમ ઇન્ડિયામાં ઘણા મોટા બદલાવાની માંગ ઉઠી રહી છે.
ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2022 ની શરૂઆતની મેચોમાં સારું પ્રદર્શન દેખાડ્યું હતું. પરંતુ ઇંગ્લેન્ડ સામેની નિર્ણાયક મેચમાં 10 વિકેટએ મોટી શરમજનક હાર મેળવી હતી. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના હેડ કોચની મોટી જવાબદારી રાહુલ દ્રવિડને સોંપવામાં આવી હતી. તો આ સાથે જ અત્યાર સુધીમાં રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ ટીમે ઘણી દ્વિપક્ષીય સિરીઝોમાં વિજય મેળવ્યો હતો અને ઘણી મોટી જવાબદારી તેણે સંભાળી હતી. પરંતુ એશિયા કપ અને વર્લ્ડ કપ ભારત હારતા તેને બહાર કરવાની મોટી માગો ઉઠી રહી છે.
તાજેતરમાં જ હરભજન સિંહ દ્વારા મોટું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે રાહુલ દ્રવિડની જગ્યાએ આ સિનિયર ખેલાડીને ટીમ ઇન્ડિયાનો હેડ કોચ બનાવવો જોઈએ. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ બોલર હરભજન સિંહ ફરી એકવાર ટીમ ઇન્ડિયાને મોટી સલાહ આપતા સામે આવ્યા છે. હરભજન સિંહે જણાવ્યું છે કે રાહુલ દ્રવિડને હવે ટીમના હેડ કોચ માંથી આરામ દેવો જોઈએ. રાહુલ દ્રવિડ ત્રણેય ફોર્મેટમાં કોચિંગ કરી શકશે નહીં. T 20 જેવા ટૂંકા ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ બોલર આશિષ નેહરાને ટીમ ઇન્ડિયાનો કોચ બનાવવો જોઈએ તે ઘણું સારું પ્રદર્શન અપાવી શકે તેમ છે.
હરભજન સિંહે મોટું નિવેદન આપ્યું છે કે આશિષ નેહરાને ભારતીય ટીમનો હેડ કોચ બનાવો જોઈએ. આંતરરાષ્ટ્રીય ટૂંકા ફોર્મેટમાં તેને સારો એવો અનુભવ પણ છે. લાંબા ફોર્મેટ માટે હજુ રાહુલ દ્રવિડ બરાબર છે. પરંતુ ટૂંકા ફોર્મેટ માટે તેઓ નિષ્ફળ સાબિત થયા છે. જેને કારણે આશિષ નેહરાને એક મોટી તક આપવી જોઈએ. આશિષ નેહરાના નેતૃત્વ હેઠળ ipl 2022 માં ગુજરાત ટાઇટન્સે પ્રથમ વખત ચેમ્પિયન બની હતી.
આગામી સમયમાં હાર્દિક પંડ્યાને ટી ટ્વેન્ટી ફોર્મેટ માટે કાયમી કેપ્ટનશિપ આપવામાં આવી શકે તેમ છે. જેના કારણે હાર્દિક અને આશિષ નેહરાની જોડી ટીમ ઇન્ડિયા માટે કમાલ કરી શકે તેમ છે અને ટીમ ઇન્ડિયા માટે મોટી સફળતાઓ પણ અપાવી શકે છે. હરભજન સિંહના આ નિવેદનથી હાલ ક્રિકેટ જગતમાં ખળભળાટ જોવા મળ્યો છે.