IPL 2023માં ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન હશે કઈંક આવી, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…
IPL 2023 ની તૈયારીઓ હાલ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં જ તમામ ટીમો દ્વારા રિટર્ન અને રીલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ 23 ડિસેમ્બરના રોજ કેરલના કોચી ખાતે આઇપીએલ 2023નું મીની ઓપ્શન યોજવામાં આવ્યું હતું. IPL 2023 ની શરૂઆત 20 માર્ચથી થવા જઈ રહી છે. આ સમગ્ર ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 28 મે ના રોજ થશે. હરાજી બાદ તમામ ટીમોએ ખેલાડીઓની ખરીદી પૂર્ણ કરી છે.
ગુજરાત ટાઇટલ્સ વિશે વાત કરીએ તો આ મીની ઓપ્શનમાં તેણે કુલ 7 ખેલાડીઓની ખરીદી કરી છે. આ 7 ઘાતક ખેલાડીઓને કારણે ગુજરાત ટાઇટન્સની ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ફરી એકવાર IPL 2023 ની ટ્રોફી પોતાના નામે કરી શકે છે. હાર્દિક પંડયાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાતની પ્રથમ સિઝનમાં જ IPLની ટ્રોફી જીતી હતી. આગામી વર્ષ 2023 માં હાર્દિક પંડ્યા આ મજબૂત પ્લેઇંગ 11 સાથે મેદાને ઉતરી શકે છે. તેના પર એક નજર કરીએ.
ગુજરાત ટાઇટન્સની પ્રથમ ઓપનિંગ બેટ્સમેન પર નજર કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગીલ અને કેએસ ભરત ઓપનિંગ જોડી તરીકે મેદાને ઉતરી શકે છે. ભારતના આ બંને સ્ટાર ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટની સાથે સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ખૂબ જ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. ત્યારબાદ નંબર 3 પર વિશ્વનો ઘાતક બેટ્સમેન વિલિયમ્સન રમતો જોવા મળશે. ત્યારબાદ નંબર 4 પર સ્ટાર ઓલરાઉન્ડર અને ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ધૂમ મચાવતો જોવા મળશે.
ત્યારબાદ નંબર 5 પર સાઉથ આફ્રિકાનો સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલર મેદાને ઉતરશે. આ ઉપરાંત નંબર 6 પર ભારતીય સ્ટાર ફિનીશર રાહુલ તેવટીયા બેટિંગ કરતો નજરે પડશે. ત્યારબાદ અફઘાનિસ્તાનનો સ્ટાર રાઉન્ડર રાશિદ ખાન નંબર 7 પર બેટિંગ કરતો જોવા મળશે. તે સ્પીન બોલિંગમાં પણ સારું પ્રદર્શન બતાવી શકે છે.
બોલિંગ લાઈન પર એક નજર કરીએ તો સાઈ કિશોરેને સ્પીન બોલિંગની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારબાદ સ્ટાર ઓલ રાઉન્ડર શિવમ માવીને મોટું સ્થાન આપવામાં આવશે. ફાસ્ટ બોલર તરીકે મહમદ શમી અને અલ્ઝારી જસેફને દરેક મેચમાં સ્થાન આપવામાં આવી શકે છે. ગુજરાત ટાઇટન્સની આ 11 ખેલાડીઓની મજબૂત ટીમ મેદાને ધૂમ મચાવતી જોવા મળી શકે છે.