128 બોલમાં 201 રન બનાવીને ગ્લેન મેક્સવેલે રચ્યો ઇતિહાસ, આ 6 વર્લ્ડ રેકોર્ડ કર્યા પોતાના નામે…

ગઈકાલે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જબરદસ્ત મેચ રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર જીત મેળવી છે. અફઘાનિસ્તાનની ટીમને જીતેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય તેવું કહી શકાય છે. ઓસ્ટ્રેલિયન ટીમ ઘણી લથડાતી જોવા મળી હતી પરંતુ આખરી ક્ષણે જીત મળી છે. આ મેચમાં ગ્લેન્ડ મેક્સવેલે ખૂબ જ ઘાતક પ્રદર્શન કર્યું હતું.

સંપૂર્ણ મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 291 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરવા માટે મેદાને આવી હતી. ઓસ્ટ્રેલિયન ટીમના શરૂઆતના તમામ ખેલાડીઓ ખૂબ જ ઓછો સ્કોર બનાવીને આઉટ થયા હતા પરંતુ ગ્લેન મેક્સવેલે આ મેચમાં 128 બોલમાં 201 રન બનાવ્યા હતા. તેના કારણે જ ઓસ્ટ્રેલિયન ટીમને શાનદાર જીત મળી છે.

ગ્લેન મેક્સવેલે 128 બોલમાં 201 રન બનાવતાની સાથે જ આ છ મોટા વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેણે 21 ફોર અને 10 સિક્સર પણ ફટકારી હતી. તેણે રેકોર્ડની ઝંડી લગાવી હોય તેવું કહી શકાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. બીજી તરફ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેણે આ 6 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તો ચાલો આપણે તેના રેકોર્ડ પર એક નજર કરીએ.

ગ્લેન મેક્સવેલે લક્ષ્યનો પીછો કરતી વખતે બેવડી સદી ફટકારીને વન-ડે ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. આ પહેલા કોઈ ખેલાડી આવું કરી શક્યો નહોતો. આ ઉપરાંત રનનો પીછો કરતી વખતે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. આ પહેલા પાકિસ્તાનનો ઓપનર ફખર ઝમાને 193 રન બનાવ્યા હતા. આ યાદીમાં ધોનીના નામે 183 રન પણ છે. 201 રન બનાવીને ટોપ પર સ્થાન મેળવ્યું છે.

મેક્સવેલ વન-ડે ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. આ ઉપરાંત વનડે ક્રિકેટમાં વર્લ્ડ લેવલે સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો છે. આ પહેલા ઇશાન કિશનને 126 મેચમાં બેવડી સદી ફટકારી હતી મેક્સવેલે વન-ડેમાં નોન ઓપનર તરીકે સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. આ ઉપરાંત વર્લ્ડ કપમાં તેને વ્યક્તિગત સૌથી મોટો સ્કોર બનાવવાના મામલે ત્રીજા ક્રમે સ્થાન મેળવ્યું છે. આ પહેલા ગુપ્ટિલે 237 અને ગેલે 215 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *