ગૌતમ ગંભીરે કહ્યું- વિરાટ કોહલીને નહીં પરંતુ આ દિગ્ગજ ખેલાડીને મેન ઓફ ધ સીરીઝ બનાવવો જોઈતો હતો…
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રવિવારે પૂર્ણ થઈ છે. ભારતે આ સમગ્ર સીરીઝમાં 3-0 થી ક્લીન સ્વીપ કર્યું છે. આ સીરીઝની ફાઈનલ મેચ કેરલના તિરુવંતપુરમ ખાતે રવિવારે રમાઈ હતી. જેમાં ભારતે ઐતિહાસિક 317 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. સમગ્ર સીરીઝ બાદ વિરાટ કોહલીને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ આ નિર્ણય પર ગૌતમ ગંભીરે મોટું નિવેદન આપ્યું છે.
વિરાટ કોહલીએ આ સીરીઝમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું છે. આ સિરીઝમાં તેણે પ્રથમ મેચ દરમિયાન 113 રન ફટકાર્યા હતા. પરંતુ બીજી મેચમાં વિરાટ કોહલીએ ફક્ત 4 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ત્રીજી ફાઇનલ મેચમાં વિરાટ કોહલીએ 166 રનની મોટી ઇનિંગ્સ રમી હતી. જેને કારણે સમગ્ર સીરીઝ દરમિયાન તેને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ ગૌતમ ગંભીરે આ નિર્ણય ઉપર વિરોધ ઉઠાવ્યો છે.
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનું માનવું છે કે વિરાટ કોહલીને નહીં પરંતુ શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર મોહમ્મદ સિરાજને ‘મેન ઓફ ધ સિરીઝ’ તરીકે પસંદ કરવો જોઈતો હતો. અંતિમ મેચમાં મોહમ્મદ સિરાઝે ચાર મહત્વની વિકેટ છટકાવીને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી.
મોહમ્મદ સિરાજે ગુવાહાટીમાં પ્રથમ વનડેમાં બે અને કોલકાતામાં બીજી મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ગૌતમ ગંભીરે કહ્યું, ‘મોહમ્મદ સિરાજ વિરાટ કોહલીની બરાબર હતો. બંનેને જોડે ‘મેન ઓફ ધ સિરીઝ’ માટે પસંદ કરવા જોઈએ. હું જાણું છું કે તમે હંમેશા બેટ્સમેનોને મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ માટે પસંદ કરો છો, પરંતુ સિરાજ એકદમ અસાધારણ બોલર હતો, તે દરેક મેચમાં સારો દેખાવ કરી રહ્યો હતો. તેણે ખુબજ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને ઓપનર શુભમન ગીલની સદી બાદ મોહમ્મદ સિરાજની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગથી ભારતે ત્રીજી અને અંતિમ વનડેમાં શ્રીલંકાને 317 રનથી હરાવ્યું અને ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી હતી.