ગૌતમ ગંભીરે વનડે સિરીઝ માટે ભારતીય ટીમની પ્લેઈંગ 11 કરી નક્કી, જાણો કોણે આપ્યું સ્થાન અને કોનું પત્તું કાપ્યું…
ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ તાજેતરમાં જ પૂરું થયો છે. બાંગ્લાદેશ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા 3 જાન્યુઆરીથી 3 મેચોની T20 સિરીઝ અને 10 જાન્યુઆરીથી 3 મેચોની વનડે સિરીઝ રમવા જઈ રહી છે. શ્રીલંકા સામેની આ વનડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાના સ્ટાર સિનિયર બેટ્સમેન ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની પ્લેઈંગ 11 નક્કી કરી છે. વનડે સિરીઝમાં રોહિત શર્માને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. તો આ સાથે જ ટી 20 સિરીઝમાં સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ કરતો નજરે પડશે.
2023 માં આવી રહેલ વનડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને હાલ ટીમ ઇન્ડિયા તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને હાલ ટીમ ઇન્ડિયામાં ઘણા બદલવો કરવામાં આવી રહ્યા છે. ઘણા સ્ટાર ખેલાડીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તો ઘણા નવા ખેલાડીઓને ટીમનું ભવિષ્ય ગણીને ટીમમાં તકો આપવામાં આવી રહી છે. શ્રીલંકા સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝ માટે ગૌતમ ગંભીરે જાહેર કરેલ ટીમ ઇન્ડિયાની પ્લેઈંગ 11 પર એક નજર કરીએ.
શ્રીલંકા સામેની ત્રણ મેચોની વનડે સિરીઝમાં પ્રથમ ઓપનિંગ બેટ્સમેનો વિશે વાત કરીએ તો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન ઈનિંગની શરૂઆત કરશે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળશે. વિરાટ કોહલી વર્લ્ડ કપ બાદ સારા ફોર્માં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નંબર 4 પર ટીમ ઇન્ડિયાનો ઘાતક બેટ્સમેન સૂર્યકૂમાર યાદવ બેટિંગ કરતો નજરે પડશે.
વર્ષ 2022માં સૂર્યકુમાર યાદવે ટીમ ઇન્ડિયાને ઘણી મેચો પોતાના દમ પર જીતાડી છે. આ ઉપરાંત નંબર 5 પર શ્રેયસ ઐયર ધૂમ મચાવતો જોવા મળશે. શ્રેયસ અય્યર નંબર 5 પર ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવી રહ્યો છે. છેલ્લું દોઢ વર્ષ તેની કારકિર્દીનો ખૂબ જ સુવર્ણ રહ્યું છે. ત્યારબાદ નંબર 6 પર ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર બેટ્સમેન હાર્દિક પંડ્યા રમતો જોવા મળશે.
ટીમ ઇન્ડિયાની બોલિંગ લાઈન પર એક નજર કરીએ તો સ્પીન બોલિંગ તરીકે કુલદીપ યાદવને મોટું સ્થાન આપવામાં આવ્યું છે ત્યારબાદ ફાસ્ટ બોલીંગમાં મોહમ્મદ શમી, ઉમરાન મલિક, મહંમદ સિરાજ અને અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૌતમ ગંભીરે નિવેદન આપતા જણાવ્યું છે કે મારા મતે આ 11 ખેલાડીઓ ટીમ ઇન્ડિયા માટે સારું પ્રદર્શન બતાવી શકે છે. તો આ સાથે જ KL રાહુલને ટીમ ઇન્ડિયા માંથી બહાર નો રસ્તો બતાવવામાં આવશે છેલ્લા ઘણા સમયથી તે ખૂબ જ ખરાબ પ્રફોમન્સમાં ચાલી રહ્યો છે.