ભારતના પૂર્વ કોચે પક્ષપાતનો આરોપ લગાવીને જાહેરમાં આ સિનિયર ખેલાડીને લીધો આડેહાથ, તાત્કાલિક ટીમમાંથી બહાર કરવાની ઉઠાવી માંગ….
ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર વિજય મેળવીને સમગ્ર સિરીઝની ઓસ્ટ્રેલિયા સામે 1-0 થી મોટી લીડ મેળવી છે. આ સિરીઝની પ્રથમ મેચ નાગપુરના VCA સ્ટેડિયમ ખાતે ફક્ત અઢી દિવસમાં પૂર્ણ કરી છે. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને એક ઇનિંગ્સ અને 132 રને ભવ્ય વિજય મેળવ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે આ એક મોટી જીત ગણી શકાય છે.
ભારતીય ટીમ આ મેચ દરમિયાન ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી હતી. બેટ્સમેનોની સાથે સાથે બોલરોએ પણ આ મેચ દરમિયાન ખૂબ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. પરંતુ કેટલાક ખેલાડીઓ ફરી એક વાર ફ્લોપ સાબિત થયા હતા. જેને કારણે ટીમ ઇન્ડિયાના પૂર્વ પહોંચે આ સ્ટાર ખેલાડીને જાહેરમાં તેના પર પક્ષપાતનો આરોપ લગાવીને તાત્કાલિક ટીમમાંથી બહાર કરવાની મોટી માંગ ઉઠાવી છે.
રોહિત શર્માની કેપ્ટન શિપ હેઠળ ભારતીય ટીમ હાલ ખૂબ જ સારા લઈમાં જોવા મળી રહી છે. રોહિત શર્માની કેપ્ટનશિપ ભારતીય ટીમને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆતમાં જ ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાને ધૂળ ચખાડી હતી. આ મેચ દરમિયાન ભારતીય બોલરો ઓસ્ટ્રેલિયન ટીમ પર ખૂબ જ ભારે પડ્યા હતા. અને પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાને 177 રનમાં ઓલ આઉટ કરી હતી. ત્યારબાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ 120 રનની મોટી ઈનિંગ રમી હતી.
વધુમાં રવિન્દ્ર જાડેજાએ 70 રન, અક્ષર પટેલે 84 રનની મોટી ઇનિંગ્સ રમીને ભારતને 400 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમ બીજા દાવમાં 91 રનમાં ઓલ આઉટ થઈ હતી. જેને કારણે આ સમગ્ર મેચમાં ભારતે એક દાવને 132 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજાને તેના સારા પરફોર્મન્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. જેણે બંને દાવમાં થઈને 70 રન અને કુલ 7 વિકેટ ઝડપી હતી. પરંતુ મેચ પૂર્ણ થયા બાદ પૂર્વ ભારતીય બોલિંગ કોચ વેંકટેશ પ્રસાદે એક ટવીટ કરીને ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ઓપન્નર બેટ્સમેન પર ગંભીર આરોપ લગાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે KL રાહુલ પર વેંકટેશ પ્રસાદે મોટો આરોપ લગાવ્યો હતો. કે એલ રાહુલ આ મેચ દરમિયાન સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. બેટિંગ દરમિયાન તે ફક્ત 20 રન બનાવીને આઉટ થયો હતો. જેને કારણે રાહુલને ટીમમાંથી તાત્કાલિક બહાર કરવાની મોટી માંગ કરી હતી. તેને ટ્વિટ કરીને જણાવ્યું છે કે રાહુલની ટીમમાં પસંદગી પ્રદર્શન પર આધારિત નથી. પરંતુ પક્ષપાત પર આધારિત છે. તે સતત ફ્લોપ સાબિત થઈ રહ્યો છે અને 8 વર્ષથી આ ખેલાડી પ્રદર્શનમાં હંમેશા ઝીરો રહ્યો છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો પક્ષપાત કરીને અવારનવાર તેને ટીમમાં સ્થાન આપી રહ્યા છે. પરંતુ હવે તેને ટીમમાંથી બહાર કરવો જોઈએ તેના સ્થાને ઘણા નવા યુવા ખેલાડીઓને ટીમમાં તક મળવી જોઈએ આ મોટા નિવેદનથી હાલ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.