ત્રીજી વનડે માટે હેડ કોચ રાહુલ દ્રવિડે ભારતની મજબૂત પ્લેઈંગ 11 કરી નક્કી, સુર્યા-કુલદીપ બહાર, જાણો કોને મળ્યું સ્થાન…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારના રોજ વિશાખાપટ્ટનમ ખાતે બીજી વન-ડે મેચ રમાઇ હતી. જેમાં ભારતને શરમજન હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ભારતને 10 વિકેટ કારમી હાર આપી છે જેને કારણે ઓસ્ટ્રેલિયાએ આ સમગ્ર શ્રેણીમાં ભારત સાથે 1-1ની બરાબરી કરી છે. હવે બંને ટીમો આગામી ત્રીજી નિર્ણાયક મેચ જીતવા માટે 22 માર્ચના રોજ ચેન્નાઈ ખાતે મજબૂત પ્લેઈંગ 11 સાથે આમને સામને જોવા મળશે.

બીજી વન-ડે મેચમાં ભારતને કારમી હાર મળી જશે જેને કારણે હેડ કોચ રાહુલ દ્રવિડ ત્રીજી મેચ જીતવા માટે મોટા બદલાવો કરી શકે છે. પ્રથમ બંને મેચ દરમિયાન સ્ટાર પ્લેયર સૂર્યકુમાર યાદવ ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે. જેને કારણે તે આગામી ત્રીજી નિર્ણાયક મેચમાં ભાગ લેશે નહીં. તાજેતરમાં જ યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે ભારતીય ટીમની પ્લેયિંગ ઇલેવન નક્કી કરી છે. ચાલો જાણીએ કોને મળ્યું સ્થાન…

પ્રથમ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેનો વિશે વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્માની સાથે શુભમન ગીલ બેટિંગ કરતો જોવા મળશે. આ બંને ખેલાડીઓ વનડે ફોર્મેટમાં ભારતના મુખ્ય હથિયારો માનવામાં આવે છે. શુભમન ગિલે તાજેતરમાં જ વન-ડે ફોર્મેટમાં બેવડી સુદી ફટકારી હતી. જેને કારણે તેને હજુ તક આપવામાં આવશે. ત્યારબાદ નંબર 3 પર ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બેટિંગ કરતો જોવા મળશે.

મધ્યાંતરની વાત કરવામાં આવે તો નંબર 4 પર ટીમ ઇન્ડિયાનો સ્ટાર 360 ડિગ્રી પ્લેયર સૂર્યકુમાર યાદવને બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને દાબોડી બેટ્સમેન ઈશાન કિશનને મોટી તક આપવામાં આવશે. ત્યારબાદ વિકેટ કિપર બેટ્સમેન તરીકે KL રાહુલને નંબર 5 પર મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. તે ટીમ ઇન્ડિયા માટે પ્રથમ વન-ડે મેચમાં મેચ વિનર સાબિત થયો છે. ઓલરાઉન્ડર તરીકે ત્યારબાદ નંબર 6 પર કેપ્ટન હાર્દિક પંડ્યા ધૂમ મચાવતો જોવા મળશે.

ત્યારબાદ નંબર 7 પર સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન રવિન્દ્ર જાડેજા વાપસી કરતો જોવા મળશે. ત્યારબાદ ફાસ્ટ બોલિંગની મોટી મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીને સોંપવામાં આવી છે. તે ઓસ્ટ્રેલિયા સામે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. તો આ સાથે જ સ્પીન બોલર કુલદીપ યાદવને ત્રીજી વન-ડે મેચ દરમિયાન બહાર કરવામાં આવશે, તેના સ્થાને સ્ટાર ઓલ રાઉન્ડર શાર્દુલ ઠાકોરને ત્રીજી વનડે મેચ દરમિયાન ટીમમાં મોટી તક મળી શકે છે. કેપ્ટન રોહિત આ મજબૂત પ્લેઇંગ 11 સાથે ત્રીજી વન-ડે મેચમાં મેદાને રમતો જોવા મળશે.

ત્રીજી અને નિર્ણાયક વનડેમાં ભારતની પ્લેઈંગ 11:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *