બીજી વનડે મેચ દરમિયાન ભારતીય ક્રિકેટે રચ્યો ઈતિહાસ, આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો જાણો કેમ ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચોની વન-ડે સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝની બીજી મેચ શનિવારે છત્તીસગઢના રાયપુર સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. ભારતીય ક્રિકેટ માટે આ મેચ ખૂબ જ ઐતિહાસિક માની શકાય છે. આ મેચ દરમિયાન ભારતીય બોલરોએ ખૂબ જ ઘાતક બોલીંગ બતાવી હતી. ભારતીય ટીમે આ મેચ દરમિયાન એક મોટો ઇતિહાસ બનાવ્યો છે. આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ચૂક્યો છે.
ન્યૂઝીલેન્ડ સામેની આ બીજી વન-ડે મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 34.3 ઓવરમાં 108 રન બનાવીને સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી. ત્યારબાદ ભારતે 111 રન બનાવીને 8 વિકેતે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ જીત મળતાની સાથે જ ભારતીય ટીમે આ સમગ્ર સીરીઝમાં 2-0ની વિજય લીડ મેળવી છે.
ન્યૂઝીલેન્ડ સામે આ બીજી વનડે મેચમાં ટોસ જીતતાની સાથે જ ભારતીય ક્રિકેટે એક મોટો ઇતિહાસ પોતાના નામે કરી લીધો છે. ભારતીય ક્રિકેટે એવી સિદ્ધિ હાંસલ કરી છે કે આ પહેલા વિશ્વનો કોઈ દેશ નથી કરી ચુક્યો. તમને જણાવી દઈએ કે રાયપુરના મેદાન પર આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હતી. રાયપુરનું શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમએ ભારતનું 50મુ એવું મેદાન છે જ્યાં આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમાડવામાં આવે છે.
ભારત વિશ્વનો પહેલો એવો દેશ છે જ્યાં 50 ક્રિકેટ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમાડવામાં આવે છે. આ મામલે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ જેવા મોટા દેશો ભારતથી ઘણા પાછળ છે. રાયપુરનું આ સ્ટેડિયમ વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય બોલરોએ તબાહી મચાવી હતી.
આ બીજી વન-ડે મેચ દરમિયાન બેટિંગ કરવા ઉતરેલ ન્યૂઝીલેન્ડની ટીમને ફક્ત 108ના નાના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ મેચ દરમિયાન ભારતીય ટીમની સ્ટાર બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ ત્રણ મહત્વની વિકેટો ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરે બે-બે વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે આ મેચ દરમિયાન એક એક વિકેટો ઝડપી હતી.