આ મોટા કારણથી રિષભ પંત સમગ્ર વનડે સિરીઝમાંથી થયો બહાર, ટીમને મળ્યો આ ઘાતક વિકેટકીપર…
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પછી ટીમ ઇન્ડિયા હાલ બાંગ્લાદેશના પ્રવાસ પર પહોંચી છે. જ્યાં ત્રણ મેચોની વનડે સિરીઝ અને બે મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે. જેમાંથી આજે ત્રણ મેચોની વનડે સિરીઝની શરૂઆત થઈ છે. જેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ટીમ ઇન્ડિયાને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ટોસ પહેલા ટીમ ઇન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો હતો.
ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન બાંગ્લાદેશ સામેની સમગ્ર વનડે સિરીઝમાંથી બહાર થયો છે. ટીમ ઇન્ડિયા માટે આ એક ખરાબ સમાચાર ગણી શકાય. રિષભ પંત છેલ્લા ઘણા સમયથી પોતાની બેટિંગ લાઇન સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ તેની બેટીંગમાં કંઈ ખાસ સુધાર જોવા મળ્યો ન હતો. અને છેલ્લા ઘણા સમયથી તે ખૂબ જ ખરાબ પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. જેને કારણે સમગ્ર ટીમ માટે ચિંતાનો વિષય બન્યો હતો.
ટીમ ઇન્ડિયાના પસંદગી કારકોએ ફરી એકવાર બાંગ્લાદેશ પ્રવાસ પર તેને મોટી તક આપવામાં આવી હતી. પરંતુ વનડે સિરીઝની શરૂઆત પહેલા પંત ઇજાગ્રસ્ત થવાને કારણે સમગ્ર વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તો આ સાથે જ આગામી બે મેચોની ટેસ્ટ શ્રેણીમાં તેની વાપસીની થોડીક આશા કરી શકાય છે. પંથના સ્થાને બીજા ઘણા યુવા ખેલાડીઓ સારુ પ્રદર્શન બતાવી શકે છે.
પ્રેક્ટેશન દરમિયાન તેણે ઇજા પહોંચી હતી જેને કારણે તેની સારવાર માટે મેડિકલ ટીમને મોકલવામાં આવી હતી. આ સમગ્ર માહિતી બીસીસીઆઈ દ્વારા તેના ટ્વીટરના ઓફિસિયલ એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને જણાવી છે. રિપોર્ટ અનુસાર તમને જણાવી દઈએ કે બીસીસીઇની મેડિકલ ટીમ સાથેની વાતચીત બાદ રીષભ પંતને વનડે સિરીઝ માંથી બહાર કરવાનો મોટો નિર્ણય લીધો હતો.
વધુમાં બીસીસીઆઇએ જણાવ્યું હતું કે ટેસ્ટ શ્રેણીમાં તે ફરી ટીમ સાથે જોડાશે. હાલ કોઈ બદલી માગવામાં આવી નથી. રીષભ પંતના બહાર થયા બાદ ઓપનર કે એલ રાહુલ પ્રથમ વન-ડે મેચમાં વિકેટકીપિંગ સંભાળતો જોવા મળશે. તેને વિકેટકીપર તરીકેનો સારો અનુભવ પણ છે. અને તે iplમાં અને બીજી મેચોમાં પણ વિકેટકીપિંગ કરી ચૂક્યો છે.