દિનેશ કાર્તિકે છેલ્લી મેચ જીતવા રોહિતને આપી સલાહ, કહ્યું- અક્ષરને બહાર કરી આ યુવા ખેલાડીને આપો ટીમમાં સ્થાન…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ત્રણ મેચોની વન-ડે સિરીઝ ચાલી રહી છે. આ સીરીઝની બીજી મેચ રવિવારના રોજ વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટ ઇતિહાસની સૌથી મોટી હાર આપી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી વનડે મેચ જીતીને ભારત સાથે સમગ્ર સીરીઝમાં 1-1 થી બરાબરી કરી છે. ત્યારબાદ હવે આ સિરીઝની ત્રીજી અંતિમ મેચ આવતીકાલે ચેન્નાઇ ખાતે રમવાની છે.
બીજી મેચમાં કારમી હાર બાદ કેપ્ટન રોહિત શર્મા સીરીઝની આ અંતિમ મેચ કોઈપણ ભોગે જીતવા માગે છે. તો બીજી તરફ ટીમ ઇન્ડિયાનો દિગ્ગજ પ્લેયર દિનેશ કાર્તિકે કેપ્ટન રોહિત શર્માને ત્રીજી મેચ જીતવા માટે ભારતીય પ્લેઈંગ 11માં મોટા ફેરફારનું સૂચન કર્યું છે. તેણે અક્ષર પટેલ ને બહાર કરીને આ ખાતર ખેલાડીને ટીમમાં સામેલ કરવાની મોટી સલાહ આપી છે. આ સલાહ આપતાંની સાથે જ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયા પર આપેલ આ નિવેદને આગ પકડી છે. તેણે કહ્યું છે કે જો ભારતને ત્રીજી વન-ડે મેચ જીતવી હોય તો આ મોટો બદલાવ કરવો ખૂબ જ જરૂરી છે. અક્ષર પટેલને બહાર કરીને આ સ્ટાર ખેલાડીને તાત્કાલિક ટીમમાં સામેલ કરવો જોઈએ. આ ખેલાડી એક ઓલરાઉન્ડર તરીકે ચેન્નાઈની પીચ પર ઘણો સફળ સાબિત થઈ શકે છે. તેણે અત્યાર સુધીમાં ભારતીય ટીમ માટે ઘણા મોટા સ્કોર અને મહત્વની વિકેટ અપાવી છે. ચાલો જાણીએ સ્ટાર પ્લેયર કોણ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર તમને જણાવી દઈએ કે દિનેશ કાર્તિકે તાજેતરમાં જ વોશિંગ્ટન સુંદરને તાત્કાલિક ભારતીય ટીમમાં સામેલ કરવાની મોટી સલાહ કેપ્ટન રોહિત શર્માને આપી છે. વોશિંગ્ટન સુંદર તમિલનાડુનો છે અને ચેન્નાઈનું એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ પણ તેનું હોમ ગ્રાઉન્ડ છે. તેણે કહ્યું છે કે વોશિંગ્ટન સુંદર માટે ચેન્નાઈની પીચ હોમ ગ્રાઉન્ડ છે. ચેન્નઈની પીચ ઉપર વોશિંગ્ટન સુંદરે ઘણી મેચો રમી છે અને તેમાં સફળ પણ સાબિત થયો છે.
દિનેશ કાર્તિકે વધુમાં કહ્યું છે કે વોશિંગ્ટન સુંદર ભારતીય ટીમને પાવરપ્લેમાં ઘણી મહત્વની વિકેટો અપાવી શકે છે. અક્ષર પટેલની જગ્યાએ તે ચેન્નાઈની પીચ ઉપર ભારત અને આ નિર્ણાયક મેચમાં મોટી છે તપાવી શકે છે. આવા કારણોસર મારા મત અનુસાર ત્રીજી ટેસ્ટ મેચ જીતવા માટે અક્ષર પટેલને બહાર કરીને સુંદરને સ્થાન આપવું જોઈએ.