T20 વર્લ્ડ કપમાં સૌથી વધારે 296 રન બનાવવા છતાં વિરાટ કોહલીને નહિ પરંતુ આ વિદેશી યુવા ખેલાડીને મળ્યો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ…
T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ 13 નવેમ્બરના રોજ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઇ હતી. વર્લ્ડ કપ ની આ ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચિત બોર્ડ સુધી પહોંચી ગઈ હતી પરંતુ ઇંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવીને t20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ઇંગ્લેન્ડે ટી 20 વર્લ્ડ કપની સફરમાં અત્યાર સુધીમાં આ બીજો કપ જીત્યો છે. 2010 ની સાલમાં યોજાયેલ t20 વર્લ્ડ કપ પણ ઇંગ્લેન્ડ જીત્યો હતો અને ત્યારબાદ 12 વર્ષ પછી 2022નો t20 વર્લ્ડ કપ પણ ઇંગ્લેન્ડ જીત્યો છે.
2022ના ટી 20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન વિરાટ કોહલી છે. t20 વર્લ્ડ કપની તમામ મેચો થઈને 296 રન ફટકાર્યા છે પરંતુ સૌથી વધુ રન ફટકારવા છતાં t20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ નો એવોર્ડ વિરાટ કોહલીને નહિ પરંતુ આ વિદેશી યુવા ખેલાડીને મળ્યો છે. વિરાટ કોહલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ખૂબ જ સારું એવું પ્રદર્શન દર્શાવ્યું છે વર્લ્ડ કપની તમામ મેચોમાં વિરાટ કોહલી સારા ફોર્મમાં જોવા મળ્યો છે છતાં પણ વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીતી શક્યો નથી.
તમને જણાવી દઈએ કે આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ 2022માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોને જાહેર કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના યુવા ઓલરઉન્ડર બેટ્સમેન એવા સેમ કરને વર્ષ 2022ના આ ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે પાકિસ્તાન સામેની ફાઇનલ મેચમાં તેમણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધારે ઝડપથી 13 વિકેટો ઝડપી છે તેના આ જબરદસ્ત ફોર્મને કારણે આજે ટી ટ્વેન્ટી વર્લ્ડકપનો ખિતાબ ઇંગ્લેન્ડ એ જીત્યો છે.
ઇંગ્લેન્ડની ટીમ માટે સેમ કરણ ખુબ જ સફળ રહ્યો છે. સેમ કરણના આ પરફોર્મન્સ ને જોતા ભવિષ્યમાં તે ઇંગ્લેન્ડને સારો ફાયદો કરાવી શકે તેમ છે તો આ સાથે જ સેમ કરણ ipl માં પણ ખુબ જ સારૂ પ્રદર્શન કરતો જોવા મળ્યો છે. આઇસીસી દ્વારા ટ્વિટ કરીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરવામાં આવે છે.