બેવડી સદી ફટકારવા છતાં ઈશાન કિશનને નહીં પરંતુ આ દિગ્ગજ ખેલાડીને KL રાહુલે આપ્યો જીતનો શ્રેય..
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ પૂર્ણ થઈ છે. જેની ત્રીજી મેચ 10 ડિસેમ્બરના રોજ રમાઇ હતી. જેમાં ભારતે 227 રને ભવ્ય વિજય મેળવ્યો છે. આ મોટી જીતને કારણે ભારત સમગ્ર સીરીઝમાંથી શરમજનક હારથી બચી ગયું હતું. બાંગ્લાદેશે આ વન-ડે સિરીઝમાં 2-1થી મોટી જીત મેળવી છે. જીત બાદ કે એલ રાહુલે મોટું નિવેદન આપ્યું છે.
વનડે સિરીઝની આ ત્રીજી મેચ વિશે વાત કરીએ તો બાંગ્લાદેશે પ્રથમ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ટીમ ઇન્ડિયા પ્રથમ બેટિંગ કરીને 8 વિકેટ ગુમાવીને 409 નો મોટો સ્કોર ઊભો કર્યો હતો. ઈશાન કિશન અને વિરાટ કોહલીએ ખૂબ જ જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં ઈશાન કિશનને 210 રન ફટકાર્યા હતા અને વિરાટ કોહલીએ 113ની મોટી ઈનિંગસ રમી હતી.
ત્યારબાદ બાંગ્લાદેશની ટીમ મોટાને સ્કોર પૂર્ણ કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ સમગ્ર ટીમ 182 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ઇશાન કિશને બેવડી સદી ફટકારવા છતાં કેપ્ટન કે એલ રાહુલે તેને અવગણ્યો હતો. અને ટીમ ઇન્ડિયાનો સિનિયર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને જીતનો ઈસલી હીરો ગણાવ્યો હતો. આ મેચમાં ઇશાન કિશને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. છતાં પણ તેને અવગણવામાં આવી રહ્યો છે.
મેચમાં જીત બાદ પ્રેસ કોન્ફરન્સ સામે રાહુલે વિરાટ કોહલીના ખૂબ જ વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે વિરાટ કોહલી આજે ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેની આક્રમક બેટિંગને કારણે ટીમ ઇન્ડિયા 409 રનનો મોટો સ્કોર ઊભો કરી શકી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 91 બોલમાં 113 રન બનાવ્યા હતા. જેમાં 11 ફોર અને 7 મોટી સિક્સ સિક્સર ફટકારી હતી. વધુમાં રાહુલે કહ્યું હતું કે વિરાટ કોહલીએ ઈશાન કિશનને બેવડી સદી ફટકારવામાં ખૂબ જ મદદ પણ કરી હતી અને તેને રમવાની ખુલ્લી છૂટ પણ આપતો જોવા મળ્યો હતો.
વિરાટ કોહલીએ ઇશાન કિશનને શરૂ મેચમાં ખૂબ જ પ્રોત્સાહન પણ આપતો હતો. જેને કારણે તે બેવડી સદી ફટકારી શક્યો. જીત બાદ વધુ રાહુલ જણાવે છે કે આ મેચમાં ઇશાન કિશન અને વિરાટ કોહલી બંને જોરદાર પ્રદર્શન દેખાડ્યું છે. છતાં પણ જીતનો અસલી હીરો વિરાટ કોહલીને ગણાવવો જોઈએ. વિરાટ કોહલી પોતાની આક્રમક બેટિંગને કારણે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. વિરાટ કોહલી અને ઈશાન કિશનની મોટી પાર્ટનરશીપને કારણે ટીમ ઇન્ડિયા 409નો મોટો સ્કોર બનાવી શકી હતી.