5 રન બનાવવા છતાં વિરાટ કોહલીને નહીં પરંતુ આ ઘાતક ખેલાડીને રોહિત શર્માએ ગણાવ્યો હારનું મોટું કારણ…
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 7 ડિસેમ્બરે બીજી વન-ડે મેચ રમાઈ હતી. જેમાં ભારતને 5 રને કારમી હાર મળી હતી. બાંગ્લાદેશે આ મેચ જીતીને સમગ્ર સીરિઝમાં 2-0 થી મોટી લેડી મેળવી છે. ટીમ ઇન્ડિયા માટે આ સમગ્ર સીરીઝ જીતવી હવે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. હાર બાદ રોહિત શર્માનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. તેણે વિરાટ કોહલીને નહીં પરંતુ આ સ્ટાર ખેલાડીને હારનું મોટું કારણ ગણાવ્યો હતો.
ભારતીય ટીમને ફરી એકવાર પોતાના ખરાબ પ્રદર્શનના કારણે બાંગ્લાદેશ સામે કારમી હાર મળી હતી. આ બીજી વન-ડે મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ બાંગ્લાદેશએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમ ઇન્ડિયાને બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 271 રન નો મોટો લક્ષ ઊભો કર્યો હતો. પરંતુ ટીમ ઇન્ડિયા આ લક્ષ પૂર્ણ કરી શકી નહીં અને શરમજનક હાર મળી હતી.
બંને વન-ડે મેચમાં વિરાટ કોહલી કંઈ ખાસ પ્રદર્શન બતાવી શક્યો નહીં. છતાં પણ રોહિત શર્માએ વિરાટ કોહલીને નહિ પરંતુ મોહમ્મદ સિરાજને હારનું મોટું કારણ ગણાવ્યો છે. રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવાને કારણે છેલ્લી ઘડીએ તે બેટિંગ કરવા માટે મેદાને આવ્યો હતો. ત્યારે 48મી ઓવરમાં મોહમ્મદ સિરાજ સ્ટ્રાઈક પર હતો. આ ઓવરમાં મોહમ્મદ સિરાજ એક પણ રન લઈ શક્યો નહીં.
અને સંપૂર્ણ મેડલ ઓવર ગઈ હતી. જેને કારણે રોહિત શર્મા સ્ટ્રાઈક લઈ શક્યો નહિ અને એક પણ રણ ન બનવી શક્યો. જેને કારણે છેલ્લી ઘડીએ ટીમ ઇન્ડિયા પાંચ રન બનાવી શકી નહિ અને કારમી હાર મળી હતી. જેને કારણે રોહિત શર્મા મેચ પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં મોહમ્મદ સિરાજ પર રોહિત ભારે ગુસ્સે ભરાયો હતો. અને તેને જાહેરમાં હારનું મોટું કારણ ગણાવ્યો હતો.
આ ઓવરમાં મોહમ્મદ સિરાજ ઇન્ડિયા માટે કાળ બન્યા હોય તેવું લાગી રહ્યું હતું. ટીમ ઇન્ડિયા છેલ્લી ઘડી સુધી જીત માટે લડી રહી હતી. પરંતુ 48મી ઓવરમાં ખરાબ પ્રદર્શનને કારણે હાર મળી હતી. ટીમ ઇન્ડિયાને હવે આ સમગ્ર સીરીઝ જીતવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. આગામી વન-ડે મેચ 10 ડિસેમ્બરના રોજ રમાવાની છે. ત્યારબાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચોની ટેસ્ટ શ્રેણી પણ યોજવાની છે.