મેન ઓફ ધ મેચ બનવા છતાં રવીચંદ્રન અશ્વિનને નહીં પરંતુ આ ઘાતક ખેલાડીને KL રાહુલે આપ્યો જીતનો મોટો શ્રેય…
ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર છે. આ પ્રવાસ આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે. બાંગ્લાદેશ સામે બે મેચોની ટેસ્ટ શ્રેણી આજે પૂર્ણ થઈ છે. જેમાં ભારતે બાંગ્લાદેશને 2-0થી ક્લીન સ્વીપ કર્યું છે. ભારતની બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં 188 રને બીજી ટેસ્ટ મેચમાં 3 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશ સામે આ જીત બાદ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમ પર પહોંચી ગઈ છે.
બે મેચોની આ સિરીઝની બીજી મેચમાં ભારતે બાંગ્લાદેશના જડબામાંથી મેચને છીનવી લીધી હતી. બીજી મેચ જીતવા માટે બંને ટીમો સખત પ્રયત્નો કરી રહી હતી. પરંતુ આ મેચને રવિચંદ્રન અશ્વિને હારને જીતમાં પરિવર્તિત કરી હતી. મેચ પૂર્ણ થયા બાદ કે એલ રાહુલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે રવિચંદ્રન અશ્વિનને નહીં પરંતુ આ ઘાતક ખેલાડીના કારણે અમે મેચ જીતી શક્યા છીએ. જેના કારણે હું આ ખેલાડીને જીતનો શ્રેય આપું છું.
આ બીજી મેચની ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઇનિંગ્સ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ પાસે 87 રનની લીડમાં હતી. ત્યારબાદ બાંગ્લાદેશની ટીમે બીજી ઇનિંગ્સમાં 231 રન બનાવ્યા હતા. જેના કારણે ભારતીય ટીમને બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરીને 145 રન બનાવવાના હતા. પરંતુ બેટિંગ કરવા માટે ઉતરેલ ભારતીય ટીમના ઓપન બેટ્સમેનો સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયા હતા. પરંતુ છેલ્લે રવીચંદ્રન અશ્વિને ઘાતક બેટિંગ કરીને આ હારને જીતમાં પરિવર્તિત કરી હતી. પરંતુ રાહુલે અક્ષર પટેલને જીતનો અસલી શ્રેય આપ્યો છે.
મેચ પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ સામે KL રાહુલને મેચના હીરો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે રવિચંદ્રન અશ્વિનને નહીં પરંતુ અક્ષર પટેલને જીતનો શ્રેય આપ્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કે એલ રાહુલે અક્ષર પટેલના ખૂબ જ વખાણ કર્યા હતા તેને જણાવ્યું હતું કે અક્ષર પટેલે બીજા દાવમાં 3 મહત્વની વિકેટ ઝડપી હતી અને બેટિંગ દરમિયાન 34 રન ફટકાર્યા હતા.
અક્ષર પટેલે લીધેલ આ 3 મહત્વની વિકટને કારણે બાંગ્લાદેશની ટીમ ઓલ આઉટ થઈ હતી. તો આ સાથે જ બેટિંગમાં પણ ઓલ રાઉન્ડર તરીકે સારું પ્રદર્શન બતાવ્યું હતું. તેને કારણે તે જીતનો અસલી હીરો છે. બાંગ્લાદેશ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા ઘર આંગણે શ્રીલંકા સામે વનડે સિરીઝ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે.