મેન ઓફ ધ મેચ બનવા છતાં કુલદીપ યાદવને નહીં પરંતુ KL રાહુલે આ સ્ટાર ખેલાડીને આપ્યો જીતનો શ્રેય…
ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર ધૂમ મચાવી રહી છે. જ્યાં બે મેચોની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેની પ્રથમ મેચ આજે પૂર્ણ થઈ છે. આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે શાનદાર વિજય મેળવી છે. જેને કારણે સમગ્ર સીરીઝમાં ભારતે 1-0થી મોટી લીડ મેળવી છે. આ સિરીઝની બીજી મેચ હવે 22 થી 26 ડિસેમ્બરની વચ્ચે રમવાની છે.
પહેલી મેચમાં જીત બાદ કેપ્ટન કે એલ રાહુલે મેન ઓફ ધ મેચ બનવા છતાં કુલદીપ યાદવને નહીં પરંતુ આ સ્ટાર ખેલાડીને જીતનો અસલી હીરો ગણાવ્યો છે. ભારતીય ટીમ આ પ્રથમ મેચ દરમિયાન ખૂબ જ જોરદાર ફોર્મમાં જોવા મળી હતી. રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવાને કારણે પ્રથમ મેચમાં KL રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને રોહિતને આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ આગામી બીજી મેચમાં ફરી એકવાર રોહિત શર્મા કેપ્ટનશીપ કરતો નજરે પડશે.
ટેસ્ટ સીરીઝની આ પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો ભારતે પ્રથમ ટોચ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ બાંગ્લાદેશની ટીમને બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ભારતે પ્રથમ ઇનિંગ્સ દરમિયાન 404 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ત્યારે બાંગ્લાદેશની ટીમ 150 રન બનાવીને ઓલ આઉટ થઈ હતી. જેને કારણે ભારતને 254ની મોટી લીડ મળી હતી. બીજી ઈનિંગ્સમાં ભારતે 258 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશે ફક્ત 324 રન બનાવ્યા હતા. જેને કારણે ભારતીય ટીમની 188 રને આ પ્રથમ મેચમાં ભવ્ય જીત મળી હતી.
આ પ્રથમ મેચ દરમિયાન કુલદીપ યાદવે 8 મહત્વની વિકેટ ઝડપી હતી. જેને કારણે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ કે એલ રાહુલે જીત બાદ જીતનો શ્રેય ચેતેશ્વર પુજારાને આપ્યો હતો. મેચમાં જીત બાદ પ્રેસ કોન્ફરન્સ સામે રાહુલે ચેતેશ્વર પૂજાના ખૂબ જ વખાણ કર્યા હતા. KL રાહુલે જણાવ્યું હતું કે ચેતેશ્વર પૂજારાની ઘાતક બેટિંગને કારણે ટીમ ઇન્ડિયાને મોટી જીત મળી છે.
KL રાહુલે વધુમાં જણાવ્યું છે કે ચેતેશ્વર પુજારાએ બંને ઇનિંગ્સમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડ્યું હતું. પુજારા એ પ્રથમ ઇનિંગ્સમાં 90 રન અને બીજી ઇનિંગ્સમાં 102 રનની મોટી બેટિંગ કરી હતી. આ શાનદાર રમતના કારણે ટીમ ઇન્ડિયાને આ સમગ્ર સીરીઝમાં 1-0 થી મોટી લીડ મળે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટેબલમાં ટીમ ઇન્ડિયા હવે બીજા ક્રમ પર પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી જીતવી ખૂબ જ અગત્યની છે.