મેન ઓફ ધ મેચ બનવા છતાં સૂર્યકુમાર યાદવને નહીં પરંતુ હાર્દિકે આ સ્ટાર ખેલાડીને આપ્યો જીતનો શ્રેય…

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 જાન્યુઆરીથી ત્રણ મેચોની T20 સિરીઝ ચાલી રહી હતી. જેની ફાઈનલ મેચ ગઈકાલે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતે શ્રીલંકા સામે 91 રને મોટી જીત મેળવી હતી. આ જીત મળતાની સાથે જ ભારતે આ ત્રણ મેચોની સમગ્ર T 20 સિરીઝમાં વિજય મેળવ્યો છે. આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાના તમામ પ્લેયરો દ્વારા ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું.

આ સિરીઝની ફાઈનલ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને શ્રીલંકાની ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 5 વિકેટે 228 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. ત્યારબાદ શ્રીલંકન ટીમ 16.4 ઓવરમાં 137 રન બનાવીને ઓલ આઉટ થઈ હતી. જેના કારણે ભારતીય ટીમે સમગ્ર મેચમાં 91 રને મોટી જીત મેળવી હતી.

આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રનની મોટી ઇનિંગ્સ રમી હતી. જેમાં 7 ફોર અને 9 સિક્સનો સમાવેશ થાય છે. સૂર્યકુમારી યાદવે આ મેચ દરમિયાન ખૂબ જ ઘાતક બેટિંગ દર્શાવી હતી. જેને કારણે સૂર્યકુમાર યાદવને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ મેચ પૂર્ણ થયા બાદ હાર્દિક પંડ્યાએ મેચ જીતવાનો અસલી હીરો સૂર્યકુમાર યાદવને નહીં પરંતુ આ ઘાતક ખેલાડીને ગણાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે મેચ પૂર્ણ થયા બાદ હાર્દિક પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સ સામે સૂર્ય કુમાર યાદવના નહીં પરંતુ અર્શદિપ સિંહના ખૂબ જ વખાણ કર્યા હતા અને તેને આ ફાઇનલ મેચ જીતવાનો મોટો શ્રેય આપ્યો હતો. હાર્દિક પંડ્યાએ વધુમાં જણાવ્યું કે અર્શદીપ સિંહ આ સીરીઝની બીજી મેચ દરમ્યાન સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. પરંતુ તેણે ત્રીજી ફાઈનલ મેચમાં જોરદાર વાપસી કરી હતી.

વધુમાં તમને જણાવી દઈએ કે અર્શદીપ સિહે આ મેચ દરમિયાન 2.4 ઓવરમાં 7.5ના ઇકોનોમિક રેટથી 20 રન આપીને 3 મહત્વની વિકેટો છટકાવી હતી. આ ખૂબ જોરદાર પ્રદર્શનને કારણે હાર્દિક પંડ્યાએ તેને આ ત્રીજી મેચ જીતવાનો શ્રેય આપ્યો છે. વધુમાં હાર્દિક પંડ્યાએ સૂર્યકુમાર યાદવને સૌથી ઝડપી સદી ફટકારવાને લઈને પણ અભિનંદન આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *