અર્શદીપે 3 વિકેટ લેવા છતાં રોહિત શર્માએ આ સ્ટાર ખેલાડીને જીતનો અસલી હીરો કીધું…
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ટી ટ્વેન્ટી વર્લ્ડકપની પહેલી મેચ રમાઇ હતી જેમા ભારતે પાકિસ્તાન સામે ચાર વિકેટે જીત મેળવીને t20 વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે આ મહા મુકાબલો ખૂબ જ રોમાંચિત અંદાજ સુધી પહોંચ્યો હતો છેલ્લે છેલ્લે ભારતીય ટીમના દ્વારા હાથમાંથી છટકેલી મેચને જીતમાં પરિવર્તિત કરી હતી. મેચ જીતાની સાથે જ ટીમ ઇન્ડિયામાં ભારે ખુશીની લહેર જોવા મળી હતી.
ટી 20 વર્લ્ડકપની આ પ્રથમ મેચની ટૂંકમાં વાત કરીએ તો સૌ પ્રથમ રોહિત શર્મા દ્વારા ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું વિચાર્યું હતું ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરીને પાકિસ્તાનની આઠ વિકેટ ઝડપીને 159 રન આપ્યા હતા. અને ત્યારબાદ આ રન ચેસ કરવા માટે ભારતે 4 વિકેટ ગુમાવીને ઐતિહાસિક જીત હાંસલ કરી છે આ મેચમાં હર્ષદિ સિંહની બોલિંગ ખૂબ જ જોરદાર રહી છે તેને આ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હોવા છતાં રોહિત શર્મા દ્વારા આ સ્ટાર ખેલાડીને સમગ્ર મેચનો હીરો ગણાવ્યો છે.
ટીમ ઇન્ડિયાનો સૌથી ફાસ્ટ બોલર હરદિપસિંહ દ્વારા આ ટી 20 વર્લ્ડ કપની પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં ચાર ઓવર માં 32 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી પરંતુ રોહિત શર્મા દ્વારા મેચ જીત બાદ આ ધાક્કડ ખેલાડીને મેચનો અસલી બાદશાહ ગણાવ્યો છે તેનું કહેવું છે કે આ ખેલાડી દ્વારા ટીમ ઇન્ડિયાએ જીત મેળવી છે આ બેટ્સમેન ટીમ ઇન્ડિયાને વારંવાર જીત અપાવનાર સાબિત થયો છે તો આપણે આ સ્ટાર ખેલાડી વિશે વિગતવાર જાણીએ કોણ છે તે.
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલ આ પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવનાર અસલી હીરો રોહિત શર્મા દ્વારા વિરાટ કોહલીને ગણાવવામાં આવ્યો છે તેણે આ મેચમાં શાનદાર પ્રદર્શન દેખાડ્યું છે 53 બોલ ની શાનદાર ઈનિંગ્સમાં 82 રન ફટકાર્યા છે જેમાં 6 ફોર અને 4 મોટી સિક્સનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હતો પરંતુ પાકિસ્તાન સામેના આ મહામુકાબલામાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે.
ટીમ ઇન્ડિયાની શરૂઆતમાં બેટિંગમાં ઉપરા ઉપરી ચાર વિકેટ પડી ગઈ હતી પરંતુ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ની પાર્ટનરશીપ ને કારણે મેચમાં મોટો બદલાવ આવ્યો હતો અને મેચ રોમાંચિત મોડ સુધી પહોંચી હતી વિરાટ કોહલીની આ શાનદાર બેટિંગને કારણે t20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની આ પ્રથમ મેચમાં ભારતનો શાનદાર વિજય થયો છે વિરાટ કોહલી દ્વારા હાથમાંથી છટકેલી મેચને પણ પકડી રાખી હતી અને છેલ્લે ટીમ ઇન્ડિયાએ ઐતિહાસિક જીત હાંસલ કરી છે.