દીપક ચહરે આગળ આવીને કિંગ કોહલીની સ્ટાઈલમાં બોલરના માંથા ઉપરથી જોરદાર સિક્સર ફટકારી..- જુઓ વીડિયો…

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ વનડે સિરીઝ ચાલી રહી છે. તે હવે બસ આજે પૂર્ણ થવાની છે. આ સિરીઝની છેલ્લી મેચ રમાઈ રહી છે. પરંતુ વરસાદ વિલનરૂપ બની રહ્યો છે. આ મેચમાં પ્રથમ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયા મેદાને ઉતરી હતી. બેટિંગ કરવા માટે પ્રથમ ઓપનર બેટ્સમેન શિખર ધવન અને શુભમમન ગિલ મેદાને ઉતર્યા હતા. ટીમ ઇન્ડિયા 47.3 ઓવરમાં 219 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી.

ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડી રહ્યા છે. પરંતુ ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ શ્રેયસ ઐયરે 49 રન અને વોશિંગ્ટન સુંદરએ 51 રન કરીને આ સ્કોર ઉભો કર્યો હતો. વધુમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર બેટ્સમેન દિપક ચહરે 9 બોલમાં 12 રન ફટકાર્યા હતા. જેમાં તેણે કિંગ કોહલીની સ્ટાઈલમાં ખૂબ જ જોરદાર સિક્સર ફટકારી હતી. આ શોર્ટનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

દિપક ચહરે ફટકારેલા આ ગગન ચુંબી છગ્ગાને જોઈને ઘણા દિગ્ગજ ખેલાડીઓ અને ચાહકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ મેચમાં દીપક ચહરે ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડ્યું હતું. તમને જણાવી દઈએ કે 34મી ઓવરમાં ડેરિલ મિશેલના બોલ પર દિપક ચહરે ખૂબ જ જોરદાર શોર્ટ માર્યો હતો. આ શોર્ટ જોઈને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ પણ દંગ રહી ગયા હતા.

તમામ ખેલાડીઓને દીપક ચેહર પાસે આવા શોટની અપેક્ષાઓ ન હતી પરંતુ તેણે બોલરના માથા ઉપરથી વિરાટ કોહલીની સ્ટાઈલમાં જોરદાર સિક્સર ફટકારી હતી. આ મેચમાં તેને નવ બોલમાં બે છગ્ગા મારીને 12 રન બનાવ્યા હતાં. દિપક ચહરના આ શોર્ટ નો વિડીયો હાલ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તો આ સાથે જ આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે .અને ઘણા ચાહકો આ વિડીયા પર ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યાં છે. જુઓ વિડિયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *