કોચ રાહુલ દ્રવિડે બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમની મજબૂત પ્લેઇંગ 11 કરી નક્કી, રાહુલ-શ્રેયસ બહાર, જાણો કોને મળ્યું સ્થાન….
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. આ ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે એક દવાને અને 132 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ ભવ્ય વિજય મેળવતાની સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયા સામે 1-0 થી મોટી લીડ બનાવી છે. આ સિરીઝની બીજી મેચ હવે 17 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના ફિરોજશાહ કોટલા સ્ટેડિયમ ખાતે રમવાની છે. આ મેચ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે ભારતીય ટીમની મજબૂત નક્કી કરી છે.
ભારતીય ટીમને આ સિરીઝ જીતવી ખૂબ જ મહત્વની છે. જેને કારણે આ સિરીઝની બીજી મેચમાં ભારતીય ટીમ મજબૂત પ્લેઈંગ 11 સાથે મેદાને ઉતરશે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાની પ્લેઈંગ 11 નક્કી કરી છે. ભારતીય ટીમની પ્લેઇંગ 11માં મોટા બદલાવો કરવામાં આવ્યા છે. જેમાં ઓપન રાહુલ અને શ્રેયસ ઐયરને બહાર નો રસ્તો બતાવવામાં આવ્યો છે. ચાલો જાણીએ ભારતીય ટીમની મજબૂત પ્લેઇંગ 11 કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું.
ભારતીય ટીમની પ્રથમ ઓપનિંગ જોડી વિશે વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલ ભારતીય ટીમની ઓપનિંગ કરતા મેદાને જોવા મળશે. રાહુલ દ્રવિડે તાજેતરમાં જ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી KL રાહુલ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. જેને કારણે તેને બહાર કરવામાં આવ્યો છે અને તેના સ્થાને ટીમ ઇન્ડિયાનો સ્ટાર યુવા બેટ્સમેન શુભમન ગીલને બીજી મેચ દરમિયાન ઓપનિંગ કરવાની મોટી તક આપવામાં આવશે. ત્યારબાદ નંબર 3 પર ચેતેશ્વર પુજારા બેટિંગ કરવા માટે મેદાને ઉતરશે.
ભારતીય ટીમની મેડલ વિશે વાત કરીએ તો ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી નંબર 4 પર બીજી મેચ દરમિયાન બેટિંગ કરતો જોવા મળશે. ત્યારબાદ પ્રથમ મેચમાં ડેબ્યૂ કરેલ સૂર્યકુમાર યાદવ નંબર 5 પર બેટિંગ કરવા આવશે. ફરી એકવાર તેને મોટી તક આપવામાં આવી છે. પ્રથમ મેચ દરમિયાન તે સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. પ્રથમ મેચ દરમિયાન શ્રેયસ ઐયર ઇજાને કારણે બહાર હતો પરંતુ બીજી મેચમાં વાપસી કરી છે. પરંતુ સતત પાંચ દિવસ રમવું અઘરું છે. જેને કારણે તેને બીજી મેચ દરમિયાન બહાર બેસવું પડશે. ત્યારબાદ નંબર 6 પર ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન રવિન્દ્ર જાડેજા ધૂમ મચાવતો જોવા મળશે.
ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન તરીકે કે એસ ભરતને નંબર 7 પર બેટિંગ કરવા માટે ઉતારવામાં આવશે. ત્યારબાદ ઓલરાઉન્ડર તરીકે અક્ષર પટેલ અને રવીશચંદ્રન અશ્વિનને મોટી તક આપવામાં આવી છે. ત્યારબાદ ફાસ્ટ બોલીંગની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીને બીજી મેચ દરમિયાન બોલિંગની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય ટીમ આ મજબૂત પ્લેઇંગ 11 સાથે બીજી મેચ દરમિયાન દિલ્હીમાં ધૂમ મચાવતી જોવા મળશે. રાહુલ દ્રવિડે પસંદ કરેલ ભારતીય ટીમની પ્લેઇંગ 11 :-
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.