ચાઈનામેન કુલદીપ યાદવે ફેંક્યો પોતાનો સૌથી ખતરનાક બોલ, ક્લીન બોલ્ડ થયેલ વિરોધી બેટ્સમેને કર્યું એવું કે…-જુઓ વિડિયો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચોની T20 સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝની બીજી મેચ ગઈકાલે એટલે કે 29 જાન્યુઆરીના રોજ રવિવારે લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારતે આ મેચમાં છ વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ વિજય મેળવતાની સાથે જ ન્યૂઝીલેન્ડ સામેની આ સમગ્ર સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ 1-1થી બરાબરી કરી છે. આ મેચ ખૂબ જ રોમાંચિત જોવા મળી હતી.
બીજી ટી 20 મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 8 વિકેટ ગુમાવી ફક્ત 99 રન બનાવી શકી હતી. ત્યાર બાદ ભારતીય ટીમ આ નાના સ્કોરનો પીછો કરવા માટે મેદાને ઉતરી હતી.
ભારતીય ટીમએ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 101 રન ફટકાર્યા હતા. આ મેચમાં ભારતીય બોલરોએ ખૂબ જ શાનદાર પ્રદર્શન બતાવ્યું હતું. બોલરોના દમ પર ભારતીય ટીમે આ મેચ 6 વિકેટે પોતાના નામે કરી હતી. આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો ચાઇના મેન બોલર કુલદીપ યાદવે ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું તેની ઘાતક બોલીંગને કારણે તેણે તમામ ચાહકોના દિલ જીતી લીધા હતા.
આ મેચ દરમિયાન કુલદીપ યાદવ મેચ વિનર સાબિત થયો હતો. આ મેચ દરમિયાન તેણે એવો ખતરનાક બોલ ફેંક્યો હતો કે તે જોઈને બધા ચોંકા ઉઠ્યા હતા. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. કુલદીપ યાદવે આ મેચ દરમિયાન 4 ઓવરમાં 17 રન આપીને એક મહત્વની વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે દસમી ઓવરમાં એક મોટું કારનામું કરી બતાવ્યું હતું.
કુલદીપે દસમી ઓવરના છેલ્લા બોલ પર ન્યૂઝીલેન્ડ ટીમના ખતરનાક બેટ્સમેન ડેવિલ મિશેલને ક્લીન બોલ્ડ કર્યો હતો. કુલદીપ યાદવે આ બોલ લેગ ઑફથી ઘણો દૂર ફેંક્યો હતો પરંતુ બોલ એટલો બધો ટર્ન થયો હતો તે જોઈને વિરોધી બેટ્સમેન મિશેલ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આઉટ થયા બાદ વિરોધી બેટ્સમેન લાંબા સમય સુધી પીચને જોતો રહ્યો હતો. જેનો વિડીયો bcciએ પણ શેર કર્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડિયો