કેપ્ટન રોહિત શર્માએ કહ્યું- હવે ટીમમાં જસપ્રીત બુમરાહની જરૂર નથી, 23 વર્ષીય આ યુવા ખેલાડી જીતાડશે વનડે વર્લ્ડ કપ 2023…
ભારતના ઘર આંગણે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો વન-ડે વર્લ્ડ કપ 2023 યોજવાનો છે. તાજેતરમાં જ આ વન-ડે વર્લ્ડ કપનું તમામ શિડયુલ આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ વન ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને હાલ વિશ્વની તમામ ટીમો તેની પૂર્વ તૈયારીઓમાં લાગી ચૂકી છે. તેવામાં ભારતીય ટીમ પણ વન-ડે વર્લ્ડ કપને લઈને તેની પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે.
વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરના રોજ રમવાની છે. 19 નવેમ્બરના રોજ સમાપ્ત થવાનો છે. વર્લ્ડ કપની તૈયારીઓ પૂર્વે ટીમ ઇન્ડિયાનો સ્ટાર કેપ્ટન રોહિત શર્માએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન એક મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે હવે ભારતીય ટીમમાં જસપ્રિત બુમરાની જરૂર નથી તેના સ્થાને ટીમ ઇન્ડિયાનો આ 23 વર્ષે યુવા ફાસ્ટ બોલર ભારતીય ટીમને વન ડે વર્લ્ડ કપ જીતાડવા માટે સક્ષમ છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાને કારણે ભારતીય ટીમ માંથી બહાર જોવા મળ્યો છે. જેને કારણે ભારતીય ટીમને ખૂબ જ મોટું નુકસાન થયું છે. બુમરાહની ગેરહાજરીમાં ઘણી મોટી ટુર્નામેન્ટમાં ભારતને કારમી હાર મળી છે.
હજુ પણ જસપ્રિત બુમરા ગંભીર ઈજા માંથી બહાર આવી શક્યો નથી. તે ક્યારે ટીપમાં વાપસી કરશે તેને લઈને હાલ કોઈ સંકેતો મળી રહ્યા નથી. પરંતુ તેના વિકલ્પ તરીકે રોહિત શર્માએ આ 23 વર્ષીય યુવા ખેલાડીને પસંદ કર્યો છે. રોહિત શર્માએ એમ પણ કહ્યું છે કે આ યુવા ખેલાડી એકલો ભારતને વર્લ્ડ કપ જીતાડી શકે છે. ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
મીડિયા અહેવાલ અનુસાર તમને જણાવી દઈએ કે કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં યોજવામાં આવેલ એક ઇન્ટરવ્યૂમાં ટીમ ઇન્ડિયાના 23 વર્ષય યુવા ફાસ્ટ બોલર ઉમેરાન મલિક વિશે ઘણી વાતો કરી છે. તેણે ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ઉમરાન મલિક પહેલેથી જ પોતાની ઝડપી બોલિંગને કારણે ભારતીય ટીમને ઘણી મહત્વની વિકેટ અપાવી ચૂક્યો છે. તે લગાતાર 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફાસ્ટ બોલીંગ કરે છે. જે જસપ્રિત બુમરાને પણ પાછળ છોડશે.
કેપ્ટન રોહિત શર્માએ બધું જણાવતા કહ્યું છે કે હવે ભારતીય ટીમમાં બુમરાની જરૂર નથી તેના સ્થાને ઉમરાન મલિક ભારતીય ટીમ માટે એક મોટું હથિયાર રૂપ બની ચૂક્યો છે. આ ઉપરાંત ભારતીય ટીમની મુખ્ય બોલિંગમાં મોહમ્મદ સિરાજ અને શમી પણ મુખ્ય બોલિંગની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. બુમરાની ગેરહાજરીમાં આ ખેલાડીઓએ ભારતીય ટીમ માટે ઘણું સારું પ્રદર્શન બતાવ્યું છે.