કેપ્ટન રોહિતે WTC ફાઇનલ માટે ભારતની મજબૂત પ્લેઈંગ 11 કરી નક્કી, જાણો કોને આપ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું..
29મી મેના રોજ આઈપીએલની 16મી સિઝન પૂર્ણ થઈ છે. ત્યારબાદ હવે જૂન મહિનામાં 7થી 11 તારીખની વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇંગ્લેન્ડના ધ ઓવેલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચનો મહા મુકાબલો થવાનો છે. તાજેતરમાં આ ફાઇનલ મેચ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા 15 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી છે. જેમાં રોહિત શર્માને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.
ભારતીય ટીમ સતત બીજી વખત આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં પહોંચ્યું છે. પ્રથમ વખત ન્યૂઝીલેન્ડના હાથે ભારતને કારમી હાર મળી હતી. ત્યારબાદ હવે ભારત ઓસ્ટ્રેલિયા સામેની આ ફાઇનલ મેચ કોઈપણ ભોગે જીતવા માંગે છે. જેને કારણે કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં યોજવામાં આવેલ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય ટીમની મજબૂત પ્લેઈંગ 11 વિશે ઘણી વાતો કરી છે. ચાલો જાણીએ રોહિત શર્મા કોને આપશે સ્થાન અને કોનું પત્તુ કાપશે..
પ્રથમ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેનો વિશે વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્માની સાથે ટીમ ઇન્ડિયાનો સ્ટાર યુવા બેટ્સમેન શુભમન ગીલ બેટિંગ કરતો જોવા મળશે. ભારતની આ ઓપનિંગ જોડી ઓસ્ટ્રેલિયા સામે ધ ઓવેલ સ્ટેડિયમમાં ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ત્યારબાદ નંબર 3 પર ટીમ ઇન્ડિયાનો સ્ટાર અને અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા બેટિંગ કરતો જોવા મળશે.
મીડલ ઓર્ડર વિશે વાત કરીએ તો નંબર 4 પર ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વક કેપ્ટન અને ઘાતક બેટ્સમેન વિરાટ કોહલી બેટિંગ કરતો જોવા મળશે. ત્યારબાદ નંબર 5 પર શ્રેયસ ઐયરના સ્થાને કેપ્ટન રોહિત શર્મા અજિંક્ય રહાણેને મોટી તક આપશે. વિકેટકીપર બેટ્સમેન તરીકે નંબર 6 પર કે એસ ભરતને મોટી તક આપવામાં આવશે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝમાં ખૂબ જ ઘાતક પ્રદર્શન બતાવ્યું હતું.
ઓલરાઉન્ડર બેટ્સમેનની વાત કરવામાં આવે તો કેપ્ટન રોહિત શર્મા નંબર 7 પર રવિન્દ્ર જાડેજાને અને નંબર 8 પર રવિચંદ્રન અશ્વિનને બેટિંગ અને બોલિંગની મહત્વપૂર્ણ જવાબદારી સોંપશે. ત્યારબાદ ફાસ્ટ બોલીંગ તરીકે મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવને મોટી તક આપવામાં આવશે. આ મજબૂત ટીમ સાથે કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે WTCની ફાઇનલ મેચમાં મેદાને ઉતરશે.