કેપ્ટન રોહિતે ત્રીજી વનડે માટે ભારતની મજબૂત પ્લેઇંગ 11 કરી નક્કી, સુર્યા બહાર, જાણો કોને આપ્યું સ્થાન…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝની બીજી વન-ડે મેચ રવિવારના રોજ વિશાખાપટ્ટનમ ખાતે રમાય હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટ એ ઇતિહાસની સૌથી મોટી હાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે આ સમગ્ર વનડે સિરીઝમાં 1-1 થી બરાબરી કરી છે. ત્યારબાદ હવે આ સિરીઝની છેલ્લી નિર્ણાયક મેચ 22 માર્ચના રોજ ચેન્નાઈ ખાતે રમવાની છે. કેપ્ટન રોહિત શર્મા આ મેચ જીતવા માટે ટીમમાં બદલાવો થઈ શકે છે.
ભારત માટે ત્રીજી વન-ડે મેચ કરો યા મરોની સ્થિતિ જેવી જોવા મળશે. ભારતને આ સમગ્ર સીરીઝ જીતવા માટે આ ત્રીજી નિર્ણાયક મેચ જીતવી ખૂબ જ અગત્યની છે. તાજેતરમાં જ યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમની પ્લેયિંગ ઇલેવન કેવી રહેશે તેને લઈને મોટી જાહેરાત કરી છે. ચાલો તેના પર એક નજર કરીએ.
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને નિર્ણાયક વન-ડે મેચમાં કેપ્ટન રોહિત શર્માની સાથે શુભમન ગીલ ટીમ ઇન્ડિયાની ઓપનિંગ કરતો જોવા મળશે. આ જોડી ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈમાં ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તો બીજી તરફ શુભમન ગીલ પ્રથમ બંને વન-ડે મેચમાં કઈંક ખાસ કમાલ કરી બતાવ્યું નથી. પરંતુ ગિલે વનડેમાં તાજેતરમાં જ બેવડી સદી ફટકારી હતી. જેને કારણે તેને હજુ ટીમમાં સ્થાન આપવામાં આવશે તેને લઈને પણ રોહિત શર્માએ ઘણી વાતો કહી છે.
મીડલ ઓર્ડર બેટ્સમેન વિશે વાત કરવામાં આવે તો નંબર ત્રણ પર ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બેટિંગ કરવા ઉતરશે. છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલી સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા નંબર 4 પર સૂર્યકૂમાર યાદવને બહાર કરીને તેના સ્થાને વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને અજમાવશે. જે ઓસ્ટ્રેલિયાના ડાબોડી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કનો નાશ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને નિર્ણાયક વન-ડે મેચમાં કેપ્ટન રોહિત શર્મા નંબર 6 પર સ્ટાર ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને નંબર 7 પર રવિન્દ્ર જાડેજા તથા નંબર 8 પર સ્ટાર ઓલ રાઉન્ડર અક્ષર પટેલને મેદાને ઉતારશે. ચેન્નાઈની પીચને ધ્યાનમાં રાખીને કેપ્ટન રોહિત શર્મા ચાઈનામેન સ્પીન બોલર કુલદીપ યાદવને બહાર કરી શકે છે અને તેના સ્થાને શાર્દુલ ઠાકોરને મોટી તક આપી શકે છે. ત્યારબાદ ફાસ્ટ બોલીંગની મોટી જવાબદારી મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીને સોંપવામાં આવી છે.
કેપ્ટન રોહિત શર્માએ પસંદ કરેલ ત્રીજી અને નિર્ણાયક વનડેમાં ભારતની મજબૂત પ્લેઈંગ 11 :-
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ