કેપ્ટન રોહિતે સ્ટાર્કના બોલ પર ફટકારી એવી જોરદાર સિક્સ કે આ જોઈને ચાહકો પણ થયા ખુશખુશાલ… – જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝની ત્રીજી મેચ ચેન્નાઈ ખાતે આજે રમાઈ રહી છે. આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને ઉતારી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ બેટિંગ કરીને 49 ઓવરમાં 269 રન બનાવ્યા હતા.
આ દરમિયાન ભારતીય બોલરો એ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. ત્યારબાદ ભારતીય ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી છે. મેદાને ઉતરતાની સાથે જ ભારતીય ઓપન્નર બેટ્સમેન કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. પરંતુ મીડલ ઓર્ડરમાં ભારતની વિકેટો પડી જતા હાલ મેચ રોમાંચિત સ્થિતિમાં જોવા મળી રહી છે.
પરંતુ કેપ્ટન રોહિત શર્માએ આ મેચ દરમિયાન 17 બોલમાં 37 રન ફટકાર્યા હતા. જેમાં બે મોટી સિક્સ અને બે ફોરનો સમાવેશ થાય છે. રોહિત શર્માનું બેટ છેલ્લા ઘણા સમયથી શાંત જોવા મળ્યું હતું. પરંતુ આ મેચ દરમિયાન તેને બે ગગન ચુંબી છગ્ગા જોઈને ફરી એકવાર હિટમેનની યાદ ચાહકોને આવી હતી.
રોહિત શર્માએ આ મેચ દરમિયાન મિચલ સ્ટાર્કના બોલ પર બે જોરદાર સિક્સ ફટકારી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ વિડીયો ખુદ બીસીસીઆઈ દ્વારા પણ શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે.
રોહિત શર્માની બેટિંગ પહેલેથી જ ખૂબ જ આક્રમક રહી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું બેટ શાંત જોવા મળ્યું છે. ટીમની કેપ્ટનશીપની સંપૂર્ણ જવાબદારી તેના પર હોવાને કારણે તે થોડોક દબાણમાં જોવા મળતો હોય છે. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની આ ત્રીજી મેચ દરમિયાન તેનું બેટ ખુલીને રમતું જોવા મળ્યું હતું. જુઓ વિડિયો…