કેપ્ટન રોહિતે ચોથી ટેસ્ટ માટે ભારતની મજબૂત પ્લેઇંગ 11 કરી નક્કી, આ સ્ટાર ખેલાડી કરશે ડેબ્યુ, જાણો કોને મળ્યું સ્થાન….

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ ચાર મેચોની ટેસ્ટ સીરીઝની હવે બસ છેલ્લી એક નિર્ણાયક મેચ બાકી રહી છે. આ છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 9 માર્ચથી 13 માર્ચની વચ્ચે રમવાની છે. ભારતીય ટીમને આ શ્રેણીની ત્રીજી મેચમાં 9 વિકેટે હાર મળી છે. હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં આ મોટા બદલાવો કરવાની મોટી જાહેરાત કરી છે. ચાલો જાણીએ ચોથી મેચમાં ભારતની પ્લેઈંગ 11 કેવી રહેશે.

મેચના ત્રણ દિવસ પહેલા એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અમદાવાદ ટેસ્ટ માટે ભારતીય ટીમને લઈને મોટા સંકેતો આપવામાં આવ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતને પહોંચવા માટે અમદાવાદ ટેસ્ટ જીતવી ખૂબ જ અગત્યની છે. જેને કારણે ભારતીય ટીમને મજબૂત બનાવી ખૂબ જ જરૂરી છે. ચાલો ભારતની પ્લેઇંગ 11 પર એક નજર કરીએ..

પ્રથમ ઓપનર વિશે વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્માની સાથે યુવા બેટ્સમેન શુભમન ગીલ બેટિંગ કરતો જોવા મળશે. ત્રીજી મેચ દરમિયાન તેને સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. પરંતુ હજુ તેને તક આપવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોહિત શર્માએ રાહુલને લઈને ઘણી વાતો જણાવી છે. તેણે કહ્યું છે કે છેલ્લા સમયથીતે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. જેથી હવે તેને સ્થાન આપવામાં આવશે નહીં.

આ ઉપરાંત ભારતીય ટીમના મિડલ ઓર્ડર વિશે વાત કરીએ તો પ્રથમ ટેસ્ટમાં નંબર 3 પર ચેતેશ્વર પુજારા બેટિંગ કરતો મેદાને જોવા મળશે. ત્યારબાદ નંબર 4 પર ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઉતરશે. વિરાટ કોહલી સારા ફોર્મ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નંબર 5 પર શ્રેયસ ઐયર બેટિંગ કરતો જોવા મળશે. હાલ તે બેટિંગમાં ઓસ્ટ્રેલિયા સામે ખતરનાક સાબિત થઈ શકે છે.

ત્યારબાદ નંબર 6 પર ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવશે. તે બોલની સાથે બેટિંગમાં પણ આક્રમક સાબિત થયો છે. ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન તરીકે KS ભરતના સ્થાને ટીમ ઇન્ડિયાનો સ્ટાર યુવાબેટ્સમેન ઈશાન કિશન ડેવ્યું કરતો જોવા મળશે. KS ભરત આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ ત્રણે મેચોમાં કંઈ ખાસ કમાલ કરી બતાવ્યો નથી. જેને કારણે ચોથી છેલ્લી નિર્ણાયક મેચમાં તેને બહારનો રસ્તો બતાવવામાં આવશે.

ચોથી ટેસ્ટ મેચમાં અમદાવાદની પીચને ધ્યાનમાં રાખીને કેપ્ટન રોહિતે ઓલ રાઉન્ડર અક્ષર પટેલ અને રવીશચંદ્ર અશ્વિનને બોલિંગની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ટીમ ઇન્ડિયાની ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ બંનેને સામેલ કરવામાં આવ્યા છે. પ્રથમ બંને મેચમાં તે બંને મેચ વિનર સાબિત થયા હતા. છેલ્લી ટેસ્ટ મેચ દરમિયાન કુલદીપ યાદવને બહાર કરીને મોહમ્મદ શમીને મોટું સ્થાન આપવામાં આવશે.

આ મોટા બદલાવો સાથે કેપ્ટન રોહિત શર્મા ચોથી મેચ દરમિયાન મેદાને જોવા મળશે.  અમદાવાદ ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ 11 રહશે કઈંક આવી : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *