કેપ્ટન રોહિતે મીડિયા સામે બીજી વન-ડે માટે ભારતની મજબૂત પ્લેઈંગ 11 કરી જાહેર, જાણો કોણે મળ્યું સ્થાન…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી ત્રણ મેચોની વનડે સિરીઝની શરૂઆત થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચ 17 માર્ચના રોજ મુંબઈના વાનખેડા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. પ્રથમ વનડે મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટ હરાવ્યું છે. તેને કારણે સમગ્ર શ્રેણીમાં ભારતે 1-0 ની મોટી લેડ બનાવી છે. ત્યારબાદ હવે આ સીરીઝની બીજી વન-ડે મેચ આવતીકાલે એટલે કે 19 માર્ચના રોજ વિશાખાપટ્ટનમ ખાતે રમવાની છે.

બીજી વન-ડે મેચમાં કેપ્ટન રોહિત શર્મા ફરી વાપસી કરવા જઈ રહ્યો છે. પ્રથમ વન-ડે મેચ દરમિયાન તે કેટલાક પારિવારિક કારણોને કારણે મેચ માંથી દૂર હતો. પરંતુ બીજી મેચ દરમિયાન ફરી એકવાર તેમ ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. બીજી મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોહિત શર્માએ મીડિયા સામે બીજી મેચમાં ભારતીય ટીમ કેવી રહેશે તેને લઈને મોટા સંકેતો આપ્યા છે. ચાલો તેના પર એક નજર કરીએ.

પ્રથમ ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડી વિશે વાત કરવામાં આવે તો રોહિત શર્માની ગેરહાજરીમાં પ્રથમ મેચ દરમિયાન શુભમન ગીલ અને ઈશાન કિશનને ભારતીય ટીમની ઓપનિંગ કરી હતી. પરંતુ હવે બીજી મેચ દરમિયાન રોહિત શર્મા શુભમન ગીલ સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. ઈશાન કિશન પ્રથમ મેચ દરમિયાન સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. જેને કારણે બીજી મેચ દરમિયાન તેને બહાર બેસવું પડશે. ત્યારબાદ નંબર ત્રણ પર ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બેટિંગ કરવા મેદાને ઉતરશે.

ત્યારબાદ ભારતીય ટીમના મિડલ ઓર્ડર વિશે વાત કરીએ તો નંબર 4 પર સૂર્ય કુમાર યાદવને બેટિંગ કરવા માટે પસંદ કરવામાં આવ્યો છે. પ્રથમ મેચમાં સૂર્યકુમાર યાદવે કંઈ ખાસ કમાલ કરી બતાવ્યો નથી પરંતુ હજુ તેને તક આપવામાં આવશે. ત્યારબાદ વિકેટ કીપર બેટ્સમેન તરીકે KL રાહુલ નંબર 5 પર બેટિંગ કરતો જોવા મળશે. ત્યારબાદ કેપ્ટન હાર્દિક પંડ્યા નંબર 6 પર અને સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન રવિન્દ્ર જાડેજા નંબર 7 પર મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.

કેપ્ટન રોહિતે ભારતીય ટીમની બોલિંગ લાઈન વિશે ઘણા સંકેતો આપ્યા છે. તેણે કહ્યું છે કે બીજી વન-ડે મેચ દરમિયાન ફરી એક વાર શાર્દુલને સ્થાન આપવામાં આવશે અને સ્પીન બોલિંગ તરીકે કુલદીપ યાદવને મોટું સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ ફાસ્ટ બોલિંગ તરીકે મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીને મોટી તક આપવામાં આવશે. રોહિત આ મજબૂત 11 સાથે બીજી મેચ દરમિયાન મેદાને ધૂમ મચાવતો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *