બ્રેકિંગ ન્યૂઝ, બીજી મેચમાંથી અચાનક જ આ ભારતીય ખેલાડી થયો બહાર…
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રોહિત શર્માની આગેવાની હેઠળ વર્લ્ડ કપની મેચો રમતી જોવા મળી છે. વર્લ્ડ કપની પ્રથમ મેચ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઇ હતી. જેમાં શાનદાર જીત મળી છે. હવે આવતીકાલે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી મેચ રમાવાની છે. આ મેચ ખૂબ જ મહત્વની સાબિત થવાની છે પરંતુ આ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે .
એક તરફ રોહિત શર્મા ટીમને મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહ્યો છે તો બીજી તરફ એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા સમય પહેલા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેના કારણે હારનો સામનો પણ કરવો પડ્યો હતો. તાજેતરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા એક ખરાબ અને મોટા સમાચાર સામે આવ્યા છે.
તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર બીજી મેચ માંથી અચાનક જ આ ભારતીય ખેલાડી બહાર થયો છે. તેના કારણે ઘણું નુકસાન થઈ શકે છે. વર્લ્ડ કપ પહેલા તે ઘાતક ફોર્મમાં જોવા મળ્યો હતો. અચાનક જ બહાર થતા ટીમનું કોમ્બિનેશન પણ વીખરાયું છે. આ ખરાબ બાબત ગણી શકાય છે. તાજેતરમાં જ તેના બહાર વિશે માહિતી મળી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગીલ બીજી મેચ માંથી પણ બહાર થયો છે. તાજેતરમાં મેડિકલ ટીમ દ્વારા તેની સ્વસ્થતા અંગે અપડેટ આપવામાં આવ્યું હતું. જે અનુસાર તે હજુ પણ રમવા માટે ફિટ નથી. ઓસ્ટ્રેલિયા સામે પણ તે રમતો જોવા મળ્યો નહોતો. હાલમાં તેને આરામ મળવો જરૂરી છે. જેથી અફઘાનિસ્તાન સામેની મેચ માટે બહાર કરવામાં આવ્યો છે.
ગિલના હોવાના કારણે ઓસ્ટ્રેલિયા સામે ઓપનિંગ જોડીમાં ઘણી મુશ્કેલીઓ થઈ હતી. ઈશાન કિશન પણ પહેલા જ બોલ પર આઉટ થયો હતો. બીજી તરફ શ્રેયસ પણ રમી શક્યો નહોતો. જેના કારણે કોમ્બિનેશન બગડ્યું હતું. હવે બીજી મેચમાં પણ ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે. એવી અટકળો હતી કે ગીલ પ્રથમ મેચ બાદ વાપસી કરશે પરંતુ હજુ પણ તે વાપસી કરી શકશે નહીં.