બ્રેકિંગ ન્યુઝ, રોહિત-કોહલી બહાર, સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝ માટે 17 સભ્યોની થઈ જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં પાંચ મેચોની ટી-20 સિરીઝ રમાઈ રહી હતી. આ સિરીઝ 3 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઇ છે. હવે ભારતીય ટીમ 10 ડિસેમ્બર થી 14 ડિસેમ્બર સુધી સાઉથ આફ્રિકા ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે હાલમાં એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝમાં રોહિત અને કોહલી જેવા ખેલાડીઓને બહાર રાખવામાં આવ્યા છે અને નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. તો ચાલો આપણે સમગ્ર ટીમ પર એક નજર કરીએ અને જાણીએ કે કોને કોને સામેલ કરવામાં આવ્યા છે.
સૌપ્રથમ બેટિંગ લાઇન ની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન તરીકે ઈશાન કિશન અને જીતેશ શર્માની પસંદગી કરવામાં આવી છે. આ બંને ખેલાડીઓ આગામી સમય માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહે તેમ છે.
સ્પીન બોલિંગની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઇને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ફાસ્ટ બોલરો તરીકે મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને દિપક ચહરને સ્થાન આપવામાં આવ્યું છે. આ પણ એક મહત્વપૂર્ણ બદલાવ ગણી શકાય છે. હાલમાં જ આ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઘણા નવા ચહેરાઓ આ સિરીઝમાં રમતા જોવા મળશે.
ભારતીય ટીમ:- યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટમેન), જીતેશ શર્મા (વિકેટમેન), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન) , વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને દીપક ચહર.