BREKING NEWS રીષભ પંતની કારનો ભયંકર અકસ્માત, ડિવાઈડર સાથે કાર અથડાતા બળીને ખાખ.. જાણો સમગ્ર ઘટના
ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ પૂર્ણ થયા બાદ હાલ શ્રીલંકા સામે ભારત ઘર આંગણે ત્રણ મેચોની T20 સિરીઝ અને 3 મેચોની વનડે સિરીઝ માટે તૈયારીઓ કરી રહી છે. તેવામાં હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેનને ભયંકર કાર અકસ્માત નડ્યો છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ પ્રવાસ બાદ રિષભ પંતને આરામ આપવામાં આવ્યો છે.
શ્રીલંકા સામેની T20 સિરીઝ અને વન-ડે સિરીઝની તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા ટીમોની જાહેરાત કરી છે પરંતુ શ્રીલંકા સામેની સંપૂર્ણ સિરીઝમાં પંતને આરામ આપવામાં આવ્યો છે. ત્યારે રીષભ પંત પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. તેવામાં રિષભ પંત દિલ્હીથી ઘરે પરત ફરિ રહ્યો હતો ત્યારે એક મોટો અકસ્માત સર્જાયો હતો.
જેમાં રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાતા કારમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો જેને કારણે આખી કાર બળીને ખાખ થઈ હતી. ભારતીય ક્રિકેટર ઋષભ પંત દેહરાદુનની મેક્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પરંતુ મળતી માહિતી મુજબ હાલ રીષભ પંથની હાલત ખૂબ જ ગંભીર જણાઈ રહી છે. રિષભ પંથની હાલત જાણવા માટે ખાનપુર ધારાસભ્ય ઉમેશકુમાર હોસ્પિટલે પહોંચ્યા હતા.
ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શુક્રવારે વહેલી સવારે રૂરકીના નરસન બોર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે તેની કાર નું બેલેન્સ ખોરવાયું હતું અને ડિવાઈડર સાથે અથડાતા કારમાં જબરજસ્ત બ્લાસ્ટ જોવા મળ્યો હતો. જેને કારણે સંપૂર્ણ કાર બળીને ખાખ થઈ હતી.
આ સમગ્ર અકસ્માત બાદ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. રિષભ પંથને હાથ-પગ માથું પીઠના જેવા વિવિધ ભાગોમાં ગંભીર ઈચ્છાઓ પહોંચી છે. તેના પગમાં ફ્રેક્ચર થયું હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. આ સમગ્ર મામલે હજુ પોલીસ, વહીવટી તંત્ર અથવા હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં આ સમગ્ર માહિતી ઓફિશિયલી જાહેર થઈ શકે છે.