બ્રેકિંગ ન્યૂઝ, ઈશાન કિશન નહીં પરંતુ આ ખેલાડી પાકિસ્તાન સામે રોહિત સાથે કરશે ઓપનિંગ…

રોહિત શર્માની આગેવાની ભારતીય શનિવારે પાકિસ્તાન સામે મેચ રમવાની છે. વર્લ્ડકપની આ ત્રીજી મેચ ઘણી મહત્વની સાબિત થશે. ભારતે આ પહેલા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે હાલમાં જબરદસ્ત જીત મેળવી છે. પાકિસ્તાન સામે જીત મેળવીને સેમી ફાઇનલનો દાવો મજબૂત કરી શકે છે. આ ઉપરાંત હાલમાં ઓપનિંગ જોડીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.

છેલ્લા ઘણા સમયથી ઓપનિંગ જોડીમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. ગિલની ઇજાને કારણે તાજેતરમાં ઈશાન કિશનને ઓપનિંગ કરવા માટે મેદાને ઉતારવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે તે નિષ્ફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાન જેવી મહત્વની મેચમાં ઈશાન કિશનને નહીં પરંતુ ફરી એક વખત આ સ્ટાર ખેલાડીને ઓપનિંગ કરવા માટે મેદાને ઉતારવામાં આવશે.

તાજેતરમાં મળેલ રિપોટ અનુસાર ઇશાન કિશન નહીં પરંતુ આ સ્ટાર ખેલાડી પાકિસ્તાન સામેની મેચમાં રોહિત સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. હાલમાં જ તે રોહિત સામે પ્રેક્ટિસમાં ઓપનર તરીકે પરસેવો પાડતો નજરે આવ્યો છે. તેના માટે આ મેચ ઘણી મહત્વની સાબિત થશે. હાલમાં જ અપડેટ સામે આવ્યું છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગીલ પાકિસ્તાન સામે રોહિત સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. ગીલ છેલ્લા ઘણા સમયથી બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ હતો પરંતુ હવે તે સ્વસ્થ થયો છે અને પ્રેક્ટિસમાં પણ ધમાલ મચાવી રહ્યો છે. જેથી પાકિસ્તાન સામે ફરી એક વખત તેને મેદાને ઉતારવામાં આવશે આવા રાહુલ દ્રવિડે સમાચાર આપ્યા છે.

ગીલને થોડા સમય પહેલા જ અમદાવાદ ખાતે બોલાવવામાં આવ્યો હતો. તે હાલમાં શરીરમાં સંપૂર્ણપણે સ્વસ્થ દેખાઈ રહ્યો છે. જેથી તેને મેદાને ઉતારવામાં આવશે. આ મેચ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. બીજી તરફ તેના બેકઅપ લાઈનની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ભારતીય ટીમ ફરી એક વખત બેટિંગ અને બોલિંગ બંનેમાં કોમ્બિનેશન સાથે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *