બ્રેકિંગ ન્યૂઝ, મેચના માત્ર 3 કલાક પહેલા સુર્યાએ જણાવી ભારતીય પ્લેઇંગ 11, જાણો કોને મળશે સ્થાન…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં ગુવાહાટી ખાતે ત્રીજી ટી-20 મેચ રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર જીત મેળવી છે. આ સીરીઝ હજુ પણ રસાકસીની સ્થિતિમાં આગળ વધી રહી છે. હવે આગામી ચોથી મેચ આજે શુક્રવારના રોજ રાયપુર ખાતે રમાવાની છે. હાલમાં આ મેચની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.
સૂર્યકુમાર યાદવ છેલ્લા ઘણા સમયથી ટીમને મજબૂત બનાવવા માટે અલગ અલગ ખેલાડીઓને સ્થાન આપી રહ્યો હતો. પ્રથમ ત્રણેય મેચોમાં આપણે જોયું હતું કે બેટિંગ લાઇનમાં ઘણી મજબૂતાઈ હતી પરંતુ બોલિંગ લાઈનમાં ઘણી રમાઈ હતી. બીજી તરફ ચોથી મેચમાં ઘણા ખેલાડીઓની એન્ટ્રી પણ થઈ છે. જેથી ટીમમાં બદલાવો થશે તે નક્કી છે. તો ચાલો આપણે ટીમ પર નજર કરીએ અને જાણીએ કે કોને કોને સ્થાન મળી શકે છે.
સૌપ્રથમ ઓપનિંગ જોડીની વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ બંને ફરી એક વખત ઓપનિંગ કરતા જોવા મળશે. આ બંનેની જોડી હાલમાં ઘણી સફળ સાબિત થઈ રહી છે. તે બંનેએ મોટા સ્કોર પણ બનાવ્યા છે. બીજી તરફ ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળશે. હાલમાં જ તેની એન્ટ્રી થઈ છે.
મધ્યમ ક્રમની વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકૂમાર યાદવ નંબર 4 પર બેટિંગ કરતો જોવા મળશે. આ ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન નંબર 5 પર બેટિંગ કરતો જોવા મળશે. શ્રેયસના અવતાની સાથે જ બેટિંગ લાઇનના કોમ્બિનેશનમાં ફેરફારો થયા છે. આ ઉપરાંત ભારતીય સ્ટાર ફિનિશર રીન્કુ સિંહને નંબર 6 પર ફિનિશર તરીકે સ્થાન આપવામાં આવશે.
બોલિંગ લાઈનની વાત કરીએ તો સ્પીન બોલર તરીકે વોશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઇને સામેલ કરવામાં આવી શકે છે. અક્ષર પટેલને આ મેચ માંથી બહાર બેસાડવામાં આવી શકે છે. ફાસ્ટ બોલરો તરીકે આવેશ ખાન, મુકેશ કુમાર અને અર્શદીપ સિંહને સ્થાન આપવામાં આવી શકે છે. ફરી એક વખત બોલિંગ લાઈનમાં ફેરફારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે.