બ્રેકિંગ ન્યૂઝ ! ભારતીય ટીમને લાગ્યો મોટો આંચકો, આ વિસ્ફોટક બોલર ઇજાગ્રસ્ત થતાં WTC ફાઈનલમાંથી થયો બહાર…
IPL 2013ની 16મી સીઝનની પૂર્ણાહુતિ 28 મેના રોજ થવાની છે. ત્યારબાદ 7 થી 11 જૂનની વચ્ચે ઇંગ્લેન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવા જઈ રહી છે. WTCની ફાઇનલ મેચ માટે હાલ બંને ટીમો તેની પૂર્વ તૈયારીઓ કરતી નજરે પડી રહી છે પરંતુ આ પહેલા એક મોટા અને ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર ખેલાડી અચાનક ઇજાગ્રસ્ત થતા WTCની ફાઈનલ માંથી બહાર થયો છે.
અત્યાર સુધીમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ની ફાઇનલ મેચ માંથી બહાર થયા છે. પરંતુ ફરી એકવાર આ સ્ટાર બોલર પણ ઇજાગ્રસ્ત થતા ટીમને મોટો આંચકો લાગ્યો છે. ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ જીતવી ખૂબ જ અગત્યની છે પરંતુ આ સિનિયર ખેલાડી અચાનક ઇજાગ્રસ્ત થતા હવે ભારતને આ ફાઇનલ મેચ જીતવી મુશ્કેલ લાગી રહી છે.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ ફાઈનલ મેચમાં સતત બીજી વખત સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રથમ વખત ભારતીય ટીમને ન્યુઝીલેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે બીજી વખત ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને કોઇપણ ભોગે હરાવવા માંગે છે. પરંતુ જસપ્રીત બુમરાની ગેરહાજરી પૂરી કરનાર આ ઘાતક બોલર પણ ઇજાગ્રસ્ત થયો છે. ચાલો જાણીએ આ સિનિયર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે આ સ્ટાર પ્લેયર બીજું કોઈ નહિ પરંતુ 12 વર્ષ બાદ ટેસ્ટમાં ડેબ્યુ કરવા જઈ રહેલ ટીમ ઇન્ડિયાનો સ્ટાર બોલર જયદેવ ઉનડકટ છે. જયદેવ ઉનડકટને ગંભીર ઈજા થવાને કારણે IPL 2013 માંથી બહાર થયો છે. ઈજાગ્રસ્ત થવાના કારણે હવે WTCની ફાઈનલ માંથી પણ બહાર થઈ શકે છે.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે છે, જયદેવ ઉનડકટ લખનઉના કેમ્પમાં આગામી મેચની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે નેટ પ્રેક્ટિસ દરમિયાન તેના ખંભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને કારણે LSG મેડિકલ ટીમ તેની ઇજા પર છેલ્લા 24 કલાકથી નજર રાખી રહી હતી. પરંતુ તેની ઈજા ગંભીર હોવાના કારણે તે આ ટુર્નામેન્ટની બાકીની મેચો માટે અનફિટ જાહેર કરવામાં આવ્યો છે. તે અનફિટ હોવાના કારણે હવે આગામી સમયમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ માંથી પણ બહાર થઈ શકે છે.