બ્રેકિંગ ન્યૂઝ, શુભમન ગિલ બાદ આ ભારતીય સિનિયર ખેલાડી પણ થયો ઇજાગ્રસ્ત…
ભારતીય ટીમ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન સામે વર્લ્ડકપની બીજી મેચ રમવાની છે. આ પહેલા રમાયેલ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી હતી અને આ મેચમાં પણ જીત મળે તે માટે અત્યારથી જ પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું છે પરંતુ આ મેચ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમમાં હાલમાં ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા છે. જેના કારણે ઘણી મેચોમાં હાર મળી છે. શુભમન ગીલ પણ થોડા સમય પહેલા ડેન્ગ્યુ બીમારીથી પીડાઈ રહ્યો હતો. જેથી તે બહાર છે. આ ઉપરાંત તાજેતરમાં આ ભારતીય સિનિયર બેટ્સમેન અચાનક જ ઇજાગ્રસ્ત થયો છે. જેના કારણે મેચ શરૂ થાય તે પહેલા ટીમના તમામ ખેલાડીઓનું ટેન્શન વધ્યું છે.
તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ભારતીય ટીમનો આ સુપર સ્ટાર બેટ્સમેન ગઈકાલે સાંજે પ્રેક્ટિસ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તાત્કાલિક તેને આરામ આપવાનું જણાવવામાં આવ્યું હતું. તે અત્યાર સુધી વર્લ્ડ કપમાં ઘણા મોટા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. આ ઉપરાંત તેના કારણે ઘણી જીત મળી છે પરંતુ હવે રમશે કે નહીં તે જાણવાનું રહેશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ગઈકાલે સાંજે પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. તેના પગના ભાગે ઈજા થઈ હતી. જેથી તાત્કાલિક તને બહાર કરવામાં આવ્યો હતો. ગિલ બાદ તેની ઇજાને કારણે ખેલાડીઓ મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. આજે અફઘાનિસ્તાન સામે તે રમશે કે નહીં તે હજુ જાણવા મળ્યું નથી. આ ઉપરાંત તેની ઇજા વિશે પણ હજુ માહિતી મળી નથી.
રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. એક કેપ્ટન તરીકે પણ તે સફળ રહ્યો છે. આવી સ્થિતિમાં જો તે સ્વસ્થ નહીં થાય તો ભારતીય ટીમને ઘણા મોટા ઝટકા લાગી શકે છે. આજની મેચ તમામ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત મોટા બદલાવો સાથે મેદાને ઉતરે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.