મોટો ઝટકો, આ ગુજરાતી ખેલાડી સાઉથ આફ્રિકા પ્રવાસ માંથી થયો બહાર, જાણો શું છે કારણ…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં પાંચ મેચોની ટી-20 સિરીઝ રમાઈ રહી હતી. આ સિરીઝ તાજેતરમાં જ પૂર્ણ થઈ છે. ભારતીય ટીમે સારું પ્રદર્શન કરીને આ સિરીઝમાં જબરદસ્ત જીત મેળવી છે. હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવાની છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણેય ફોર્મેટની મેચો રમાવાની છે. આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને એક મોટો ઝટકો પણ લાગ્યો છે.

આગામી ટી-20 વર્લ્ડકપ 2024ને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અલગ અલગ ખેલાડીઓને સ્થાન આપી રહ્યું છે. કેપ્ટન પણ કોમ્બિનેશન બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. બીજી તરફ ઇજાગ્રસ્ત થયેલ ખેલાડીઓના કારણે ફરી એક વખત મોટું નુકસાન થયું છે. તાજેતરમાં જ આ ગુજરાતી ખેલાડી સમગ્ર સાઉથ આફ્રિકા પ્રવાસ માંથી બહાર થયો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ઈજાગ્રસ્ત થયેલ આ ગુજરાતી ખેલાડી સાઉથ આફ્રિકા પ્રવાસના ત્રણેય ફોર્મેટમાં રમતો જોવા મળશે નહીં. તે ઇંગ્લેન્ડ સામે પણ જોવા મળશે નહીં. હવે તે સીધો આઇપીએલ 2024માં રમી શકે છે. અત્યાર સુધી તે ખૂબ જ મહત્વનો રહ્યો છે પરંતુ તેની ઈજાને કારણે ફરી એક વખત બહાર થયો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતી સ્ટાર ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2024 દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. હજુ પણ તેની ઈજા સ્વસ્થ થઈ નથી. જેથી તેને આરામની જરૂર છે. તે આઇપીએલ સુધી આરામ કરતો જોવા મળશે. ટી-20 વર્લ્ડ કપ હોવાના કારણે તેની ફિટનેસ સાથે હાલમાં કોઈ છેડછાડ કરવામાં આવશે નહીં. તેને સંપૂર્ણ આરામ કરવાનું જણાવવામાં આવ્યું છે.

હાર્દિક પંડ્યા છેલ્લા ત્રણ વર્ષથી સતત ઈજાગ્રસ્ત થતો આવ્યો છે. મહત્વની મેચોમાં જ તે બહાર હોય છે. હવે ફરી એક વખત તેની ઈજાએ ચિંતા વધારી છે. હાલમાં તેના બેકઅપની વિચારણા કરવામાં આવી રહી છે. આઇપીએલ 2024 દરમિયાન તેનો મજબૂત બેકઅપ વિકલ્પ પણ શોધવામાં આવશે. હાલમાં શાર્દૂલ તેના સ્થાને ઘણું સારું પ્રદર્શન કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *