મોટી ખબર, BCCIએ શિખર ધવનને નહીં પરંતુ આ ખેલાડીને શુભમન ગિલના રિપ્લેસમેન્ટ તરીકે કર્યો તૈયાર…
>ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રોહિત શર્માની આગેવાની હેઠળ વર્લ્ડ કપની મેચો રમતી જોવા મળી છે. વર્લ્ડ કપની પ્રથમ મેચ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઇ હતી. જેમાં શાનદાર જીત મળી છે. હવે આવતીકાલે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી મેચ રમાવાની છે. આ મેચ ખૂબ જ મહત્વની સાબિત થવાની છે પરંતુ આ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.
રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી બેટિંગ લાઇનને મજબૂત બનાવવા માટે અલગ અલગ ખેલાડીઓને સ્થાન આપી રહ્યો હતો. ઓપનિંગ જોડીની વાત કરીએ તો શુભમન ગિલ સેટ થઈ ચૂક્યો હતો પરંતુ હાલમાં તે ડેન્ગ્યુ બીમારીથી પીડાઈ રહ્યો છે. તેને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યો છે. તે રમશે કે નહીં તે નક્કી છે. તાત્કાલિક તેના રિપ્લેસમેન્ટ તરીકે આ ખેલાડીને તૈયાર કરવામાં આવ્યો છે.
શુભમન ગિલના રિપ્લેસમેન્ટ તરીકે શિખર ધવનને સ્થાન મળવું ખૂબ જરૂરી હતું પરંતુ તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર શિખર ધવન નહીં પરંતુ આ ખેલાડીને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. હાલમાં તે જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યો છે. તાજેતરમાં એશિયન ગેમ્સમાં પણ તેણે સારું પ્રદર્શન કર્યું હતું. તે ટૂંક સમયમાં જ ટીમ સાથે જોડાઈ શકે છે. તો ચાલો જાણીએ આ ભારતીય ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને હાલમાં તૈયાર રહેવાનું જણાવવામાં આવ્યું છે. ઋતુરાજ ગાયકવાડ હાલમાં એશિયન ગેમ્સમાં કેપ્ટન તરીકે ઘણી મહત્વની ભૂમિકા નિભાવતો જોવા મળ્યો હતો. તેણે ઘણી સારી બેટિંગ પણ કરી હતી. આ ઉપરાંત અત્યાર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણો સફળ રહ્યો છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે પણ તેણે સારી બેટિંગ કરી હતી.
ઋતુરાજ ગાયકવાડ પહેલેથી ધોનીનો ખાસ ખેલાડી છે. આ ઉપરાંત તેને અત્યારથી જ ભવિષ્યનો ઓપનર માનવામાં આવે છે. ગીલ સ્વસ્થ થાય કે ન થાય પરંતુ ઋતુરાજને હવે ટીમમાં સ્થાન આપવામાં આવશે. બેકઅપ લાઇન મજબૂત કરવી જરૂરી છે. તે ટૂંક સમયમાં જ ટીમ સાથે જોવા મળી શકે છે. આ એક મહત્વપૂર્ણ બાબતે પણ ગણી શકાય છે.