રાહુલ દ્રવિડે લીધો મોટો નિર્ણય વિરાટ કોહલી સહિત આ 3 સિનિયર ખેલાડીઓને આટલા સમય સુધી નહીં મળે ટીમમાં સ્થાન…
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રોહિત શર્માની કેપ્ટન શિપ હેઠળ પૂર્ણ થયો છે. જેમાં ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલ મેચમાં ખૂબ જ શરમજનક હાર પ્રાપ્ત થઈ હતી. વર્લ્ડ કપની શરૂઆતમાં ટીમ ઇન્ડિયા એ ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું હતું પરંતુ ઇંગ્લેન્ડ સામે ખૂબ જ ખરાબ હાર થઈ હતી. જેના કારણે ટીમ ઇન્ડિયા ટી 20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું હતું. t20 વર્લ્ડ કપ પછી ટીમ ઇન્ડિયામાં ખૂબ જ મોટા પાયે ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પૂર્ણ થતાની સાથે જ ભારત હવે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર જઈ રહ્યું છે. ન્યૂઝીલેન્ડ સાથે 18 નવેમ્બર થી 22 નવેમ્બર ની વચ્ચે ત્રણ મેચની T 20 સિરીઝ રમવાની છે. આ સિરીઝમાં ટીમ ઇન્ડિયા કંઈક અલગ અંદાજમાં જોવા મળશે. ટીમ ઇન્ડિયાના હેડ કોચ એવા રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયામાં મોટા બદલાવો કર્યા છે. તો આ સાથે ટીમ ઇન્ડિયામાં બદલાવ કરતાની સાથે જ એક મોટો નિર્ણય પણ જાહેર કર્યો છે.
રાહુલ દ્રવિડે જણાવ્યું છે કે વિરાટ કોહલી સહિત આ ત્રણ સિનિયર ખેલાડીઓ આગામી એક વર્ષ સુધી ટીમમાં સ્થાન મેળવી શકશે નહીં. રાહુલ દ્રવિડે તાજેતરમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આ મોટો નિર્ણય લીધો છે. પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ દ્રવિડ જણાવે છે કે આવતા સમયમાં 12 ટી 20 મેચોમાં વિરાટ કોહલી સહિત આ ત્રણ સિનિયર ખેલાડીઓને એક પણ મેચમાં સ્થાન આપવામાં આવશે નહીં.
તો આ સાથે જ તેમણે વધુ જણાવ્યું છે કે આ ત્રણ ખેલાડીઓ ફક્ત વનડે સિરીઝમાં સ્થાન મેળવી શકે છે રાહુલ દ્રવિડના આ મોટા નિર્ણયને કારણે હાલ ક્રિકેટ ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે આ સિનિયર ખેલાડીઓ કોણ છે. રાહુલ દ્રવિડના મત મુજબ ટીમના ભવિષ્ય માટે ટી ટ્વેન્ટી જેવા ટુકા ફોર્મેટમાં યુવા ખેલાડીઓને મોટી તક આપવી જોઈએ. રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ શમીને આગામી એક વર્ષ સુધી T 20 ફોર્મેટ માં સ્થાન આપવામાં આવશે નહીં તેની મોટી જાહેરાત કરી છે.
વિરાટ કોહલી, રોહિત શર્મા અને મોહમ્મદ ફક્ત વનડે સિરીઝમાં જ જોવા મળશે. ટીમ માટે આ એક ખૂબ જ ખરાબ સમાચાર માંની શકાય. રાહુલ દ્રવિડ મત મુજબ રોહિત, વિરાટ અને શમી વન-ડે માટે ખૂબ જ મહત્વના છે અને આગામી વર્ષે વન્ડે વર્લ્ડ કપ યોજાવાનો છે જેને ધ્યાનમાં લઈને આ સૌથી મોટો નિર્ણય હાલ લેવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડના આ મોટા નિર્ણયથી ક્રિકેટ જગતના તમામ લોકો ચોંકી ગયા છે.