મોટા ખરાબ સમાચાર, આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત થતા શ્રીલંકા સામેની સિરીઝમાંથી થયો અચાનક બહાર…
નવા વર્ષની શરૂઆત થતાની સાથે ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે ઘર આંગણે ત્રણ મેચની T 20 સિરીઝ રમી રહી છે. જેની બીજી મેચ 5 જાન્યુઆરી એટલે કે આજે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પુણે ખાતે રમવાની છે. આ બીજી મેચને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે એક મોટા ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર ઘાતક ખેલાડી અચાનક ઈજાગ્રસ્ત થતાં સમગ્ર શ્રીલંકા સિરીઝમાંથી બહાર થયો છે.
બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં જ ઓફિશ્યલી ટ્વિટ કરીને આ માહિતી શેર કરી છે. પ્રથમ મેચ મુંબઈના વાનખેડા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે શ્રીલંકા સામે બે રને શાનદાર વિજય મેળવ્યો હતો. આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયાને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી.
ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 5 વિકેટ ગુમાવી 162 રનનો સ્કોર ઉભો કર્યો હતો. આ સ્કોરનો પીછો કરતી શ્રીલંકા ટીમ ફક્ત 160 રન બનાવીને ઓલ આઉટ થઇ હતી. જેને કારણે ભારતે 2 રને જીત મેળવીને આ સમગ્ર સિરીઝની 1-0થી મોટી લીડ મેળવી છે. પરંતુ આ સિરીઝની બીજી મેચ પહેલા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી ભારતીય ટીમમાં ઘણા ખેલાડીઓ ઇજાને કારણે બહાર છે. જેને કારણે ભારતીય ટીમને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે.
તમને જણાવી દઈએ કે BCCIના રિપોર્ટ અનુસાર ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સંજુ સેમસન પ્રથમ મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઈજાને કારણે હાલ તેને સમગ્ર સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે. જેની તમામ માહિતી બીસીસીઆઈ દ્વારા ઓફિશયલી જાહેર કરી છે. શ્રીલંકા સામેની બીજી ટી-20 મેચને હવે બસ ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે ટીમ ઇન્ડિયા માટે એક ખૂબ જ ખરાબ સમાચાર ગણી શકાય.
તમને જણાવી દઈએ કે પ્રથમ મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે સંજુ સેમસનના ઘૂંટણના ભાગે ઇજા થઈ હતી. જેના કારણે તે આગામી મેચ રમી શકે તેવી હાલતમાં નથી. હાલ સંજુ સેમસંનને મેડિકલ ટિમની દેખરેખમાં રાખવામાં આવી રહ્યો છે. સંજુ સેમસન ને ઘણા સમય બાદ ટીમમાં સ્થાન મળ્યું હતું. પરંતુ ઇજાગ્રસ્ત થવાને કારણે ફરી એકવાર તે બહાર થયો છે. તેના કરિયર માટે પણ આ એક ખૂબ જ ખરાબ સમાચાર ગણી શકાય.