ભારત સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝ માટે 16 સભ્યોની બાંગ્લાદેશ ટીમની મોટી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન કોનું પત્તું કપાયું….
ટીમ ઇન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચની T20 સિરીઝ અને 3 મેચોનો વન-ડે સિરીઝ રમવાની છે. જેમાંથી ત્રણ મેચોની T20 સિરીઝ હાલ પૂર્ણ થઈ છે. જેમાં ભારતે 1-0 થી મોટી જીત મેળવી હતી. ત્યારબાદ હવે વન-ડે સિરીઝ શરૂ થઈ છે. જેની પ્રથમ મેચ 25 નવેમ્બરના રોજ ઓકલેન્ડના ઇડન પાર્ક ખાતે રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે 7 વિકેટે મોટી જીત મેળવી હતી.
ટીમ ઇન્ડિયાને આ શ્રેણી જીતવા માટે આગામી બંને મેચો રમવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસે જઈ રહી છે. ડિસેમ્બર મહિનામાં ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ શરૂ થશે. આ પ્રવાસમાં 3 મેચોની વન-ડે સિરીઝ અને 2 મેચોની ટેસ્ટ શ્રેણી રમાવાની છે. બાંગ્લાદેશ સામે 3 મેચોની વન-ડે સિરીઝ 4 થી 10 ડિસેમ્બરની વચ્ચે રમાશે અને ત્યારબાદ 14 થી 26 ડિસેમ્બરની વચ્ચે 2 મેચોની ટેસ્ટ શ્રેણી રમાવાની છે. ટીમ ઇન્ડિયા માટે આ બંને સિરીઝ ખૂબ જ મહત્વની છે.
T20 વર્લ્ડ કપ બાદ ભારત અને બાંગ્લાદેશ ફરી એક વાર આમને સામને જોવા મળશે. વર્લ્ડ કપમાં પણ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચો ખૂબ જ રોમાંચિત અને કટોકટી ભરી રહી હતી. આ સિરીઝ બંને ટીમો માટે જીતવી ખૂબ જ મહત્વની છે. બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં જ આ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની મોટી જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા આ સમગ્ર સીરીઝ માટે 16 સભ્યોની ટીમ જાહેર કરી છે.
ટીમ ઇન્ડિયા સામેની આ વનડે સિરીઝ માટે બાંગ્લાદેશ તરફથી તમીમ ઈકબાલ કેપ્ટનશીપ કરતો નજરે પડશે. છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશ ખુબ જ સારું પર્ફોમન્સ કરી રહી છે. આ ટીમમાં ઘણા સારા મેચ વિનર ખેલાડીઓ પણ છે. જે ભારતને હરાવવા માટે સક્ષમ છે. તો આ સાથે જ બાંગ્લાદેશ ટીમમાં શકીબ અલ હસનની મોટી વાપસી થઈ હોવાના સમાચાર સામે રહ્યા છે. વધુમાં બાંગ્લાદેશ ટીમમાં ઘણા મોટા બદલાવો પણ કરવામાં આવ્યા છે. કેટલાક નવા યુવા ખેલાડીઓને ટીમમાં મોટી તક આપવામાં આવી છે. ચાલો જાણીએ કોને મળ્યું સ્થાન અને કોનું કપાયું પત્તું.
બાંગ્લાદેશ ટીમ: તમીમ ઇકબાલ, લિટન દાસ, અનામુલ હક, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, અફીફ હુસૈન, યાસિર અલી ચૌધરી, મેહદી હસન મિરાજ, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, ઇબાદત હુસૈન ચૌધરી, નસુમ અહેમદ, મહમુદ્દુલ્લાહ, નજમલ હુસૈન શાંતો અને નુરુલ હસન સોહન.