T20 વર્લ્ડકપ 2023 માટે ભારતીય ટીમની મોટી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023 દક્ષિણ આફ્રિકામાં 10 ફેબ્રુઆરી 2023થી શરૂ થવા જઈ રહ્યો છે. આ આઇસીસી મહિલા T20 વર્લ્ડ કપ માટે તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા 15 ખેલાડીઓની ભારતીય મહિલા ટીમની મોટી જાહેરાત કરી છે. બીસીસીઆઈ જાહેર કરેલ આ ટીમમાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે. મહિલા ટીમને આ ICC વર્લ્ડ કપ જીતવો ખૂબ જ અગત્યનો છે.

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કેપ્ટનની કમાન હરમનપ્રીત કોરને સોંપવામાં આવી છે. તો આ સાથે જ ટીમની વાઈસ કેપ્ટનશીપ સ્મૃતિ મંધાનાને સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હરમન પ્રીત કોરના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ 12 ફેબ્રુઆરીએથી કેપ્ટાઉનમાં પાકિસ્તાન સામે મિશન T20 વર્લ્ડ કપની પ્રથમ મેચની શરૂઆત કરવાની છે. ગત વર્ષે આ T20 વર્લ્ડ કપમાં મહિલા ટીમે ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું.

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023 માં બે ગ્રુપો પાડવામાં આવ્યા છે. જેમાં ટીમ ઇન્ડિયા ગ્રુપ 2માં ઇંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન અને આયર્લેન્ડ સાથે રમતી જોવા મળશે. આ બંને ગ્રુપોની મેચો પૂર્ણ થયા બાદ બંને ગ્રુપોની બે મુખ્ય ટીમો વચ્ચે સેમી ફાઈનલ યોજાશે. આ ICC મહિલા T 20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ 26 ફેબ્રુઆરી 2023ના રોજ કેપ્ટાઉનમાં યોજવાની છે.

તાજેતરમાં જ આ T 20 વર્લ્ડ કપ માટે બીસીસીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલ ભારતીય ટીમમાં 33 વર્ષીય શિખા પાંડેએ 14 મહિના બાદ ફરી વાપસી કરી છે. આ વર્લ્ડ કપની પ્રથમ મેચ 12 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સામે રમવાની છે. જેને કારણે આ સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમમાં મોટા અનુભવી ખેલાડીઓને પ્રથમ તક આપવામાં આવી છે.

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023 માટે ભારતની ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), રિચા ઘોષ (વિકેટકીપર), જેમિમાહ રોડ્રિગ્સ, હર્લીન શર્મા, દીપિકા દેઓલ, દીપિકા , રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલિ સરવાણી, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે. રિઝર્વ ખેલાડીઓ : સભિનેની મેઘના, સ્નેહ રાણા, મેઘના સિંહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *