બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચ માટે 17 સભ્યોની ટીમ ઇન્ડિયાની મોટી જાહેરાત, રોહિતની થઇ એન્ટ્રી, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…
ટીમ ઇન્ડિયા ચાર ડિસેમ્બરથી બાંગ્લાદેશના પ્રવાસ પર ત્રણ મેચોની વન-ડે સિરીઝ અને બે મેચોની ટેસ્ટ શ્રેણી રમતી જોવા મળી રહી છે. આ પ્રવાસ પર ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થઈ છે જેમાં ભારતને સફળતા મળી શકી નહીં. પરંતુ હાલ બે મેચોની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ છે. જેની પ્રથમ મેચ હવે પૂર્ણ થવા આવી છે. ત્યારે બીસીસીઆઈ દ્વારા બીજી ટેસ્ટ માટે 17 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા માટે ટીમ ઇન્ડિયાને બાંગ્લાદેશ સામેની બે મેચોની આ સિરીઝ અને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી જીતવી ખૂબ જ અગત્યની છે. જેને કારણે ટીમ ઇન્ડિયામાં હાલ ઘણા બદલાવો કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ સામેની બીજી વન-ડે મેચમાં કેપ્ટન રોહિત શર્મા હાથના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. જેને કારણે ત્રીજી વન-ડે મેચ અને પ્રથમ ટેસ્ટ મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો.
પરંતુ બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલ બીજી ટેસ્ટ મેચની 17 સભ્યોની ટીમમાં રોહિત શર્માની વાપસી કરવામાં આવી છે. બાંગ્લાદેશ સામે 22 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધીમાં બીજી ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. આ ટેસ્ટ મેચ ભારતને જીતવી ખૂબ જ અગત્યની છે. આ બીજી મેચમાં ફરી એકવાર રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા રમતી જોવા મળશે.
બીજી ટેસ્ટ મેચમાં રોહિત શર્માને ફરી એકવાર ટીમ ઇન્ડિયાની કેપ્ટન શિપ સોંપવામાં આવી છે. તો KL રાહુલને વાઇસ કેપ્ટનશિપ તરીકેનું પદ સોંપવામાં આવ્યું છે. રોહિત શર્માની એન્ટ્રી થતા ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો જોવા મળી રહ્યા છે. ચાલો જાણીએ રોહિત શર્માએ ભારતીય ટીમમાં કોને આપ્યું સ્થાન અને કોનો પત્તુ કાપ્યું. પ્રથમ ઓપનર બેટ્સમેનો વિશે વાત કરીએ તો રોહિત શર્મા, કે એલ રાહુલ, ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ, અભિમન્યુ ઈશ્વરન, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત મીડલ ઓર્ડરમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે રિષભ પંથ અને કેસ ભરતને સ્થાન મળ્યું છે. ઓલરાઉન્ડર તરીકે રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ બોલિંગ લાઈન વિશે વાત કરીએ તો સ્પીન બોલર તરીકે કુલદીપ યાદવને સ્થાન આપવામાં આવ્યું છે. ફાસ્ટ બોલર તરીકે શાર્દુલ ઠાકોર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, સૌરભ કુમાર જયદેવ ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ખેલાડીઓ માંથી રોહિત શર્મા મજબૂત 11 ખેલાડીઓને મેદાને ઉતારશે.
બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચ માટે 17 સભ્યોની ભારતીય ટીમ :- રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અભિમન્યુ ઇશ્વરન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, સૌરભ કુમાર, જયદેવ ઉનડકટ.